અમદાવાદની DPS(ઈસ્ટ) સ્કૂલ વિવાદ મામલામાં ફરી સળવળાટ જોવામાં આવી રહ્યો છે. જી હા, આરોપી અનિતા દુઆ-પરેશ વસંત પોલીસ સમક્ષ હાજર થશે તેવી માહિતી સામે આવ્યા બાદ અમદાવાદની DPS(ઈસ્ટ) સ્કૂલનાં પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની DPS(ઈસ્ટ) સ્કૂલની પરવાનગીના ભાગ રુપે CBSEના ખોટા NOC. કેસમાં એમની સામે ફરિયાદ હતી. હિતેન વસંત પણ આજે પોલીસ સમક્ષ હાજર થયા હતા.
આપને જણાવી દઇએ કે, HCના આદેશ મુજબ બંને આરોપીઓએ પોલીસ સમક્ષ હાજર થવાનું હતું અને કોર્ટમાંથી આગોતરા જામીન મળતા આ મામલાનાં આરોપી અનિતા દુઆ-પરેશ વસંત પોલીસ સમક્ષ હાજર થયા હતા. વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં બને એ હાજર થવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. આગોતરા જામીન સાથે DPSની ફરિયાદ મુદ્દે આરોપીને કોર્ટે પોલીસમાં હાજર થવા આદેશ કર્યો હતો.
અનિતા દુઆએ શાળા માટે NOC બોગસ સર્ટિફિકેટ ક્યાં બનાવ્યું હતું તે મુદ્દે પૂછપરછ થશે અને જો સંતોષકારક જવાબ નહીં મળે તો,પોલીસ અનિતા દુઆના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરશે તેવી માહિતી પણ સૂત્રોનાં માધ્યમથી પ્રાપ્ત થઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….