હવામાન વિભાગે હિટવેવને લઇને એલર્ટ જાહેર કર્યુ છે. IMD ના રિપોર્ટ હેઠળ એપ્રિલ મહિનામાં હિટવેવની ઘણી ખરાબ અસર ગુજરાત, મહારાષ્ટ, ઉત્તરી કર્ણાટક, ઓડિશા, પશ્રિમ મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં થશે. એપ્રિલ થી લઇને જૂન મહિના સુધી ભીષણ ગરમી અને હીટવેવનો સામનો કરવો પડશે. IMD એ તો એમ પણ કહ્યુ છે કે એપ્રિલ થી જૂન સુધી વધારે ગરમી પડશે. એપ્રિલનો મહિનો શરૂ થવાથી બપોરે સુરજ આગ આપવા માંડશે. આવનારા દિવસોમાં વધુ ગરમીના કારણે લૂ લાગવાની સંભાવના વધી જવાની છે અને હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ કરી દેવામાં આવ્યુ છે.
IMD ની હવામાનને લઇને આગાહી : એપ્રિલ થી લઇને જૂન સુધી ભીષણ ગરમી અને હિટવેવનો સામનો કરવો પડશે IMD એ જાહેર કર્યુ છે કે એપ્રિલ થી જૂન મહિના દરમિયાન વધુ ગરમીનો સામનો કરવો પડશે. અને આનો સૌથી વધુ પ્રભાવ મધ્ય અને પશ્ચિમી પ્રાયદ્રીપીય ભાગોમાં જોવા મળશે.
આવનારા 3 મહિનામાં ગરમીનો પારો વધશે : IMD ના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું છે કે એપ્રિલ અને જૂન મહિના દરમિયાન દેશના કેટલાક હિસ્સામાં અધિકત્તમ તાપમાન રહેશે. અને તેની અસર મધ્ય અને પશ્ચિમી પ્રાયદ્રીપીય ભારતમાં જોવા મળશે.
ગરમ હવા અને લૂ લાગવાની વધુ સંભાવના : મૃત્યુંજય મહાપાત્રએ કહ્યુ છે કે પશ્ચિમી હિમાલય ક્ષેત્ર, પૂર્વોત્તર રાજ્યોમાં અને ઉત્તરી ઓડિશાના અમુક હિસ્સામાં અધિકત્તમ તાપમાન સામાન્ય થી નીચે રહેશે, અને આ 3 મહિના દરમિયાન મેદાની વિસ્તારમાં સામાન્યથી પણ વધુ ગરમ હવા ચાલશે તેવી સંભાવના છે. દેશના વિભિન્ન વિસ્તારોમાં સામાન્ય ચાર આઠ દિવસોની તુલનામાં 20 દિવસ સુધી લૂ લાગવાની સંભાવના છે.
આ 6 રાજ્યોમાં વધુ ગરમી પડશે : મહાપાત્રએ જણાવ્યુ છે કે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરી કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઓડિશા, ઉત્તરી છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં ગરમીની ખરાબ અસર જોવા મળશે. એપ્રિલમાં અધિકત્તમ વિસ્તારોમાં તાપમાન સામાન્યથી વધારે હોવાની સંભાવના છે. મધ્ય દક્ષિણ ભારતમાં વધારે ગરમીની સંભાવના છે.
આ પણ વાંચો:ભારતના અરુણાચલ પ્રદેશ મામલે ચીનની હેરાનગતિ વધી, વિવિધ સ્થળોના 30 નામોની બહાર પાડી યાદી
આ પણ વાંચો:કેજરીવાલને જયુડિશીયલ કસ્ટડીમાં 15 એપ્રિલ સુધી જેલમાં ખાશે રોટલી…
આ પણ વાંચો:બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 5, 100થી વધુ ઘાયલ
આ પણ વાંચો:એપ્રિલ ! ખુશ ખબર, ગેસ સિલિન્ડરની કિમંતોમાં સતત વધારા બાદ કરાયો ભાવમાં ઘટાડો