Not Set/ સંજય રાઉતે કહ્યું-વિપક્ષે એકજૂટ થઈને કામ કરવાની જરૂર, આજે રાહુલ ગાંધીને મળશે

લખીમપુર ખીરી ઘટનાએ સમગ્ર રાષ્ટ્રને ચોંકાવી દીધું છે. યુપી સરકારે પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી છે. વિપક્ષી નેતાઓને ખેડૂતોને મળતા અટકાવવામાં..

Top Stories India
સંજય એજન્સીઓનું ખાનગીકરણ મોદી સરકારે કેન્દ્રીય તપાસ એજન્સીઓનું ખાનગીકરણ

શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે મંગળવારે કહ્યું કે લખીમપુર ખીરી ઘટના બાદ વિપક્ષી દળોએ એકજૂટ થઈને કામ કરવાની જરૂર છે અને આજે સાંજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળશે.

આ પણ વાંચો :હવે અમર્યાદિત સંખ્યામાં યાત્રાળુઓ ચારધામના દર્શન કરી શકશે

તેમણે ટ્વિટ કર્યું, ‘લખીમપુર ખીરી ઘટનાએ સમગ્ર રાષ્ટ્રને ચોંકાવી દીધું છે. યુપી સરકારે પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી છે. વિપક્ષી નેતાઓને ખેડૂતોને મળતા અટકાવવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં સરકારના દમન સામે વિપક્ષે એક થઈને કામ કરવાની જરૂર છે. સાંજે 4.15 વાગ્યે રાહુલ ગાંધીને મળીશ. જય હિન્દ. ‘

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, જે લખીમપુર ખીરીને ટિકોનિયા વિસ્તારમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત બાદ સ્થળ પર જતા અટકાયતમાં હતા, પોલીસે 30 કલાક પછી ધરપકડ કરી છે.

આ પણ વાંચો :FB, instaa અને whatsappનું જાણો ક્યાં કારણોસર સર્વર ડાઉન થયું હતું

નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના વતન ગામની મુલાકાત સામે રવિવારે લખીમપુર ખેરી જિલ્લાના ટીકોનિયા વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. આ કેસમાં મિશ્રાના પુત્ર આશિષ સહિત ઘણા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

ખેડૂતોનો આરોપ છે કે, આશિષ મિશ્રા જ પોતાની જીપથી ખેડૂતોને કચડયા હતા અને આ દરમિયાન ફાયરિંગ પણ થયુ હોવાથી ખેડૂતો રોષે ભરાયા હતા. આ હિંસામાં નવ લોકોના મોત થયા છે. દરમિયાન આ ઘટનાનો એક વિડિયો પણ હવે વાયરલ થઈ રહ્યો છે. જેમાં રસ્તા પર ચાલી રહેલા ખેડૂતોને જીપ કચડી નાંખતી આગળ વધતી નજરે પડે છે.

આ પણ વાંચો : ફેસબુકનું સર્વર ડાઉન થવાથી માર્ક ઝુકરબર્ગેને થયુ ભારે નુકસાન, ગુમાવ્યા 45,55 કરોડ રૂપિયા

આ સમગ્ર ઘટના પછી રાજકારણ ગરમાયું છે. પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, માયાવતી, રાકેશ ટિકૈત, જયંત ચૌધરી, સંજય સિંહ તમામ નેતાઓએ સરકાર પર નિશાન સાધ્યું છે. અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે. ખેડૂત નેતાઓએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી બીજેપી નેતાના દીકરાની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી એક પણ ખેડૂતના અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે.

આ પણ વાંચો : પ્રિયંકા ગાંધીએ ખેડૂતોને કચડી નાખતો વીડિયો PM મોદીને બતાવ્યો અને કહ્યુ- શું તમે આ જોયુ?