સોમવારે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવાઓ સમગ્ર વિશ્વમાં ખોરવાઈ ગઈ હતી, જેના કારણે વિશ્વભરમાં હોબાળો મચી ગયો હતો. તેના કારણે ફેસબુકનાં શેરમાં તીવ્ર ઘટાડો થયો અને કંપનીનાં સીઈઓ માર્ક ઝુકરબર્ગની નેટવર્થ એક દિવસમાં $ 6.11 અબજ અથવા 45,555 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. વિશ્વનાં ધનિકોની યાદીમાં તે એક સ્થાન ખસીને હવે પાંચમાં નંબરે પહોંચી ગયો છે. જોકે, ઝુકરબર્ગે સેવાઓનાં વિક્ષેપથી લાખો યુઝર્સને પડતી અસુવિધા બદલ માફી માંગી હતી.

આ પણ વાંચો – Technical Fault / વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની સેવાઓ 6 કલાક બાદ ફરી શરૂ
નુકસાન ભલે ગમે તેટલુ હોય દુઃખ તો થાય જ છે પણ જો તે નુકસાન 45,555 કરોડ રૂપિયાનું હોય તો? જો કે આટલુ નુકસાન કોઇ સામાન્ય માણસને તો ન જ આવે. અઙી વાત ફેસબુકનાં CEO ની થઇ રહી છે. જણાવી દઇએ કે, આટલુ મોટુ નુકસાન ફેસબુકને થયુ છે. આ સમસ્યાઓનાં કારણે ફેસબુકનાં શેરમાં 4.9 ટકાનો ઘટાડો થયો છે. આ રીતે, સપ્ટેમ્બરનાં મધ્યથી કંપનીનો શેર લગભગ 15 ટકા ઘટ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર, ફેસબુકનાં શેરમાં ઘટાડાને કારણે ઝુકરબર્ગની નેટવર્થ 6.11 અબજ ડોલર ઘટીને 122 અબજ ડોલર થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા, તે 140 અબજ ડોલરની સંપત્તિ સાથે ધનિકોની યાદીમાં ચોથા નંબરે હતો, પરંતુ હવે તે ફરીથી બિલ ગેટ્સથી પાછળ રહી ગયો છે. 124 અબજ ડોલરની નેટવર્થ સાથે ગેટ્સ આ યાદીમાં ચોથા નંબરે છે. સેવા ફરી શરૂ થયા બાદ ફેસબુકે ટ્વિટર પર કહ્યું, ‘વિશ્વભરનાં લોકો અને વ્યવસાયો કે જેઓ આપણા પર નિર્ભર છે તેના માટે અમે દિલગીર છીએ. અમે અમારી એપ્લિકેશન્સ અને સેવાઓને સંપૂર્ણપણે શરૂ કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. અમને જાણ કરવામાં આનંદ થાય છે કે તે ફરીથી ઓનલાઈન થઇ ગઇ છે. અમારી સાથે રહેવા બદલ આભાર.’

આ પણ વાંચો – ભાવ વધારો / સામાન્ય નાગરિક પર પડી રહી છે મોંઘવારીની માર, આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ
દરમિયાન, ઝુકરબર્ગે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવાઓ ખોરવાઈ જવાથી યુઝર્સને પડતી અસુવિધા બદલ માફી માંગી છે. તેમણે એક પોસ્ટમાં કહ્યું, ‘ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જરની સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે. હું આજે આ સેવાઓમાં વિક્ષેપ માટે માફી માંગુ છું. હું જાણું છું કે તમે તમારા લોકો સાથે જોડાયેલા રહેવા માટે અમારી સેવાઓ પર કેટલો આધાર રાખો છો.
