ભાવ વધારો/ સામાન્ય નાગરિક પર પડી રહી છે મોંઘવારીની માર, આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ

એક દિવસનાં વિરામ બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​પેટ્રોલની કિંમતમાં લગભગ 29 પૈસા અને ડીઝલની કિંમતમાં લગભગ 32 પૈસાનો વધારો કર્યો છે.

Top Stories Business
પેટ્રોલ

કોરોના મહામારી બાદ હવે સામાન્ય માણસ માટે સૌથી મોટી સમસ્યા બની હોય તો તે છે મોંઘવારી. જી હા, મોંઘવારીએ હવે સામાન્ય નાગરિકની કમર પૂરી રીતે તોડી દીધી છે. જે પાછળ પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ પણ જવાબદાર છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો – રોગચાળાની રાડ /  અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ,  હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટ્યો

આપને જણાવી દઇએ કે, એક દિવસનાં વિરામ બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​પેટ્રોલની કિંમતમાં લગભગ 29 પૈસા અને ડીઝલની કિંમતમાં લગભગ 32 પૈસાનો વધારો કર્યો છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં પેટ્રોલનાં ભાવમાં અનુક્રમે 25 પૈસા, 24 પૈસા, 29 પૈસા અને 22 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. વળી, ચાર મહાનગરોમાં ડીઝલ અનુક્રમે 30 પૈસા, 32 પૈસા, 30 પૈસા અને 28 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. દિલ્હીમાં પેટ્રોલ હવે 103 રૂપિયાની નજીક પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ પણ આજે અહીં 91 રૂપિયા પ્રતિ લીટરની ઉપર પહોંચી ગયું છે. આપને જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ઉંચા ભાવને કારણે દેશમાં ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. જોકે, સોમવારે ક્રૂડ ઓઇલનાં ભાવ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 0.13 ટકા ઘટીને 79.38 ડોલર પ્રતિ બેરલ હતું. દિલ્હીમાં આજે પેટ્રોલ 102.64 પ્રતિ લીટર અને ડીઝલ 91.07 પ્રતિ લીટર થયું છે. વળી, મુંબઈમાં, ડીઝલ પહેલેથી જ 98 રૂપિયા અને પેટ્રોલ 108.43 રૂપિયા પ્રતિ લીટરથી આગળ વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલ 103.36 પ્રતિ લીટર અને ડીઝલ 94.17 પ્રતિ લીટર છે. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલ 100.23 રૂપિયા અને ડીઝલ 95.59 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે.

આ પણ વાંચો – બજારમાં ખરીદીનો ચળકાટ /  નવરાત્રી નજીક આવતા રાજકોટની બજારોમાં 5 કરોડના ચણિયાચોળી અને જ્વેલેરીનું વેચાણ થયું

આપને જણાવી દઇએે કે, પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દરરોજ વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતનાં આધારે બદલાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલનાં દર નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં દરમાં ફેરફાર કરે છે. કોઈપણ વ્યક્તિ પોતાના શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ SMS દ્વારા જાણી શકે છે. ઈન્ડિયન ઓઇલ (IOC) નાં ગ્રાહકો RSP <ડીલર કોડ> 9224992249 નંબર પર અને BPCL (BPCL) ગ્રાહકો RSP <ડીલર કોડ> 9223112222 નંબર પર મોકલી શકે છે. HPCL નાં ગ્રાહકો HPPRICE <ડીલર કોડ> 9222201122 નંબર પર મોકલી શકે છે.