Gandhinagar News/ વિધાનસભામાં વિપક્ષનો સરકાર પર પ્રહાર, અમિત ચાવડાએ વિધાનસભા લાઈવ ટેલિકાસ્ટ કરવા માંગ કરી

વિધાનસભામાં વિપક્ષે લાઈવ ટેલિકાસ્ટ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ ટેલિકાસ્ટ કરવાની માંગ કરી છે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : ગાંધીનગરમાં આજે 3જી માર્ચના વિધાનસભા ગૃહમાં સરકારને વિપક્ષે ઘેરાવ કર્યો, વિપક્ષે સરકારની ટીકા કરીને વિધાનસભા ગૃહની કામગીરી અને ચર્ચાઓનું લાઈવ પ્રસારણ કરવા માગ કરી છે.  સરકાર સામે પ્રહાર કરીને વિરોધ કર્યો, રાજ્યની જનતા કેમ વિધાનસભાનુું લાઈવ પ્રસારણ  ના નીહાળી શકે, તે બાબતે વિપક્ષની અમિત ચાવડાએ લાઈવ પ્રસારણ કરવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં લાઈવ ટેલિકાસ્ટ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા. વિપક્ષના સભ્યોએ લાઈવ ટેલિકાસ્ટ મુદ્દે સરકાર સામે પ્રહાર કરીને વિરોધ નોંધાવ્યો છે. વિધાનસભાની કાર્યવાહી લાઇવ કરવા મુદ્દે અમિત ચાવડાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ગુજરાત વિધાનસભા લોકશાહીનું મંદિર છે, લોકોના ટેક્સમાંથી વિધાનસભાનો ખર્ચ ભોગવવામાં આવે છે. તમામ ધારાસભ્યોનો પગાર પ્રજાના ટેક્સથી કરવામાં આવે છે, રાજ્યની જનતાની સમસ્યાઓ, તકલીફોની અહીં ચર્ચા થાય છે. સરકારનો ગેર વહીવટ છે, બજેટનો યોગ્ય ઉપયોગ થતો નથી. વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ. વિધાનસભામાં કોનું શું સ્ટેન્ડ છે કોની બાજુ છે તે પ્રજાને જાણવું જરૂર છે.

અમિત ચાવડાએ કહ્યું કે, વિધાનસભા લોકશાહીનું મંદિર છે અને લોકોના ટેક્સમાંથી તેનો ખર્ચ ભોગવવામાં આવે છે. તેમણે કહ્યું કે, ધારાસભ્યોનો પગાર પણ પ્રજાના ટેક્સથી કરવામાં આવે છે. વિધાનસભામાં રાજ્યની જનતાની સમસ્યાઓ અને તકલીફોની ચર્ચા થાય છે. તેમણે સરકાર પર ગેર વહીવટનો આરોપ લગાવતા કહ્યું કે, બજેટનો યોગ્ય ઉપયોગ થતો નથી. તેમણે કહ્યું કે, વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ જેથી પ્રજાની સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા થઈ શકે.

અમિત ચાવડાએ કહ્યું કે, પ્રજાને જાણવું જરૂરી છે કે, વિધાનસભામાં કોનું શું સ્ટેન્ડ છે અને કોણ કોની બાજુ છે. તેમણે કહ્યું કે, પ્રજા માટે કોણ બોલે છે તે જનતા જાણી શકે તે માટે લાઈવ પ્રસારણ જરૂરી છે.

@ UJJVAL VYAS


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદીત પ્રવચનનો વીડિયો વાયરલ, “જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો”

આ પણ વાંચો: ’સૌની યોજના દ્વારા’ સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 49 ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાશે

આ પણ વાંચો: મહિલા પોલીસે એશિયા પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 4 ગોલ્ડ મેડલ મેળવ્યા