Not Set/ લ્યો કરો વાત! નેતાજીની અભણ પુત્રીએ 57 મહિના શિક્ષીકા તરીકે વિદ્યાર્થીને ભણાવ્યો !!

અમદાવાદમાંથી શિક્ષણ જગતનો હેરત પમાડતો કિસ્સો સામે આવ્યો છે. કિસ્સાની કહાની વાંચી તમને પણ વિચાર આવશે કે આ કિસ્સામાં હસવું કે માથું કુટવું ? હકીકતે કિસ્સો એવો છે કે અમદાવાદમાં એક નેતાજીની અભણ પુત્રીએ 57 મહિના શિક્ષીકા તરીકે શાળીમાં વિદ્યાર્થીને ભણાવ્યા… બે મહાઠગોએ અમદાવાદનાં ગોમતીપુરની શેઠ સી.એલ. હિન્દી સ્કૂલમાં લખનઉ યુનિવર્સિટીનાં ખોટા સર્ટિફિકેટ રજૂ કરીને […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદમાંથી શિક્ષણ જગતનો હેરત પમાડતો કિસ્સો સામે આવ્યો છે. કિસ્સાની કહાની વાંચી તમને પણ વિચાર આવશે કે આ કિસ્સામાં હસવું કે માથું કુટવું ? હકીકતે કિસ્સો એવો છે કે અમદાવાદમાં એક નેતાજીની અભણ પુત્રીએ 57 મહિના શિક્ષીકા તરીકે શાળીમાં વિદ્યાર્થીને ભણાવ્યા…

બે મહાઠગોએ અમદાવાદનાં ગોમતીપુરની શેઠ સી.એલ. હિન્દી સ્કૂલમાં લખનઉ યુનિવર્સિટીનાં ખોટા સર્ટિફિકેટ રજૂ કરીને 57 મહિનાં નોકરી કરી હોવાની ઘટના સામે આવી છે. શાળાનાં આચાર્યએ કિશનસિંહ તોમરની પુત્રી માધુરી તોમર અને જમાઇ વિજય કલહંસ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બોગસ સર્ટીફિકેટના આધારે શિક્ષિકની નોકરી મેળવી હોવાનાં આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવતા સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે.

કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમર જે સ્કૂલનાં ટ્રસ્ટી છે. તેજ સ્કૂલમાં કિશનસિંહ તોમરની પુત્રી માધુરી તોમર અને વિજય કલહંસની વર્ષ 2013માં શિક્ષકો તરીકે ભરતી કરવામાં આવી હતી. સ્કૂલ કમિટીએ માધુરી તોમર અને વિજય કલહંસનો ઇન્ટરવ્યૂ લઈ M.Comની ડિગ્રી લખનઉ યુનિવર્સિટીની હોવાથી ખરાઇ કરાવવા માટે લખનઉ યુનિવર્સિટીને પત્ર લખ્યો હતો. પત્રની બીજી કોપી માધુરીનાં પતિ વિજય ક્લહંસને આપી હતી. જેતે સમયે તેણે વેરિફિકેશનનું સર્ટિફિકેટ પણ રજૂ કર્યુ હતું. જેથી માધુરીને હંગામી શિક્ષક તરીકે નોકરીએ રાખવામાં આવ્યા હતા.

5 વર્ષ પૂર્ણ થતાં માધુરીને કાયમી કરવા માટે ડિસેમ્બર 2018માં ફાઇલ ગાંધીનગર મોકલવામાં આવી હતી. આ સમયે સ્કૂલ સત્તાધીશોએ લખનઉ યુનિવર્સિટીમાં માધુરીની ડિગ્રીનાં વેરિફિકેશન અંગે જાણ કરી ત્યારે જે સીટ નંબર માર્ક સીટમાં દર્શાવવામાં આવ્યા છે તે માધુરીનાં નહીં પરંતુ કોઈ શ્વેતા સિંહનાં નામે હોવાનું સામે આવ્યું છે. જેથી માધુરીએ આપેલા ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ બોગસ જણાઈ આવતા સ્કૂલ સત્તાધિશો દ્રારા જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી હતી. તો આ મામલે 6 મહિના  બાદ આજે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવાતા સમગ્ર ઘટના બહાર આવી છે અને પોલીસ દ્રારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી તો થઇ જશે જ. પરંતુ સવાલએ છે કે માધુરી 2013-14થી રૂ.10 હજાર લેખે રૂ.5.70 લાખનો પગાર લઈ  લીધો છેે તેનું શું ? તો માધુરી તોમરે બોગસ ડિગ્રીના આધારે 57 મહિના નોકરી કરતાં શિક્ષણ વિભાગ પર સવાલ ઉભા થઈ રહ્યા છે. અને આ મામલામાં જિલ્લા શિક્ષણાધિકારીની સાંઠગાંઠ હોવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે આ સ્કૂલમાં 57 મહિના એક અભણ અને બોગસ શિક્ષણ પાસે ભણેલા વિદ્યાર્થીનાં ભાવીનું શું ?