Khoda Checkpost પર કાર ચઢાવવાનો પ્રયાસ
ઘટના બાદ કારમાં સવાર શખસો નીચે ઊતરી પોલીસકર્મીઓને અપશબ્દો બોલ્યા હોવાનો પણ આક્ષેપ છે. તેમણે પોલીસને ચેકપોસ્ટ પર વાહનોની તપાસ કેમ કરવામાં આવે છે તેવો સવાલ કરીને ધમકીભર્યું વર્તન કર્યું હોવાની વિગતો સામે આવી છે. આ મામલે થરાદ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.
ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ
થરાદ પોલીસ(Tharad Police)ની ટીમે કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં હિરેન ઉર્ફે હની સગથાભાઈ રાજપુત (રહે. પીલુડા, થરાદ), કિરણ બળદેવ જોષી (રહે. વામી, થરાદ) અને પ્રિન્સ જોષી (રહે. વામી, થરાદ)નો સમાવેશ થાય છે.
પોલીસે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કાર અને ત્રણ મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે. હાલ આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક આરોપી સામે અગાઉ NDPSનો ગુનો નોંધાયો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓ પૈકી હિરેન ઉર્ફે હની રાજપુત સામે અગાઉ થરાદ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. આ ગુનો કલમ 8(C), 21(B), 22(B) અને 26 મુજબ નોંધાયો હોવાનું જણાવાયું છે.
ખોડા ચેકપોસ્ટ પર બનેલી આ ઘટનાને પગલે પોલીસ દ્વારા વાહન ચેકિંગ(Vehicle Checking) અને કાયદો-વ્યવસ્થા સંબંધિત કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસની વધુ તપાસ ચાલુ છે.
