Ahmedabad News/ અમદાવાદના સોલા STP પ્લાન્ટમાં દુર્ઘટના, 4 કર્મચારીઓ પડ્યા; 2ની શોધખોળ

Sola STP Plant Accident: અમદાવાદના સોલા STP પ્લાન્ટમાં વેલ્ડિંગ દરમિયાન ચાર કર્મચારીઓ પડી ગયા હોવાની ઘટના બની છે. બેને બચાવી હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે.

Top Stories Ahmedabad Gujarat
Sola STP Plant Accident: અમદાવાદના સોલા STP પ્લાન્ટમાં દુર્ઘટના, 2 કર્મચારીઓની શોધખોળ

Ahmedabad News: અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા AMCના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)માં વેલ્ડિંગની કામગીરી દરમિયાન દુર્ઘટના (Sola STP Plant Accident) સર્જાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, સુપરવાઈઝર સહિત ચાર કર્મચારીઓ પ્લાન્ટમાં પડી ગયા હતા. ફાયર વિભાગે બે લોકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે, જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે.

Sola STP Plant Accident: વેલ્ડિંગની કામગીરી દરમિયાન બની ઘટના

સોલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના મુખ્ય માર્ગ પર આવેલા STP પ્લાન્ટમાં HNB એજન્સીના કર્મચારીઓ વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ગેસ બનવાથી કામદારો બેભાન થઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી (Sola Accident) સામે આવી છે. ત્યારબાદ ચારેય પ્લાન્ટમાં પડી ગયા હતા.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

બે કર્મચારીઓને હોસ્પિટલ ખસેડાયા, અન્ય બેની શોધખોળ

ફાયર વિભાગ (Ahmedabad Fire Brigade)ના અધિકારીના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી બે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાકીના બે કર્મચારીઓની શોધખોળ માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ચાર કર્મચારીઓની ઓળખ

આપવામાં આવેલી માહિતી મુજબ, ઘટનામાં સામેલ ચાર કર્મચારીઓનાં નામ નીચે મુજબ છે:

– મનોજ — સાઇડ ઇન્ચાર્જ
– અભિષેક — વેલ્ડિંગ વર્કર
– રૂપેશ
– નિલેશ — ગાડી ડ્રાઇવર

હાલ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા અને ગુમ થયેલા કર્મચારીઓની ભાળ મેળવવા માટે કામગીરી ચાલી રહી છે. વધુ વિગતો સત્તાવાર માહિતી મળ્યા બાદ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: સુરત સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી! જૂના MEICU વિભાગમાં આગ ભભૂકી

આ પણ વાંચો: ‘થઈ જાય ક્યારેક આવું…’ પંડાલ દુર્ઘટના મુદ્દે ભાજપ નેતા દિલીપ ઘોષનું વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો: વડોદરાના મુજમહુડામાં કાન્હા સ્વીટ્સના ઉપરના માળે આગ, મોટી દુર્ઘટના ટળી