Vadodara News: વડોદરાના મુજમહુડા વિસ્તારમાં આવેલી કાન્હા સ્વીટ્સ એન્ડ ફરસાણની દુકાનના ઉપરના માળે આગ (Vadodara Fire) લાગવાની ઘટના સામે આવી છે. આગને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
Vadodara Fire: દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા
મળતી માહિતી મુજબ, મુજમહુડા (Mujmahuda Fire) વિસ્તારમાં આવેલી કાન્હા સ્વીટ્સ (Kanha Sweets) એન્ડ ફરસાણના ઉપરના માળે અચાનક આગ લાગી હતી. ત્યારબાદ દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગતાં આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાને પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
આગની જાણ થતાં વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મીઓએ પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવા કામગીરી હાથ ધરી હતી. લાંબા પ્રયાસો બાદ આગને સફળતાપૂર્વક કાબૂમાં લેવામાં આવી હતી.
શોર્ટ સર્કિટની આશંકા
આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનના ઉપરના માળે રાખેલા સામાનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ, આગ લાગવા પાછળ શોર્ટ સર્કિટ કારણભૂત હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: ધંધુકા હાઈવે પર ડમ્પર-કારની ટક્કર, આગમાં ચાલકનું મોત
આ પણ વાંચો: વડોદરામાં SSG હોસ્પિટલમાં આગની ઘટના બાદ ફાયર સેફ્ટી વ્યવસ્થા સામે સવાલો
આ પણ વાંચો: છેલ્લા નોરતે વરસાદનું વિઘ્ન? સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં 19 ઑક્ટોબરે આગાહી
