Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ધંધુકા હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત (Dhandhuka Accident) સર્જાયો હતો. ટક્કર બાદ કારમાં આગ લાગતાં ચાલકનું મોત થયું હતું. ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરી સર્જાઈ હતી અને વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
Dhandhuka Accident: ટક્કર બાદ કારમાં આગ લાગી
મળતી માહિતી મુજબ, ધંધુકા હાઈવે પરથી પસાર થતી કારને ડમ્પરે ટક્કર મારી હતી. અકસ્માત બાદ કારમાં આગ (Car Fire) લાગી હતી. આગને કારણે કારચાલક બહાર નીકળી શક્યો ન હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે.
ઘટનાની જાણ થતાં ધંધુકા પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવે પરથી ખસેડવામાં આવ્યાં હતાં અને વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.
મૃતકની ઓળખ થઈ
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કારચાલકની ઓળખ સંજય કણજારિયા તરીકે થઈ છે. તેઓ ધંધુકાના રહેવાસી હોવાનું જણાવાયું છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. ડમ્પરચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: ભાવનગરમાં ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત, 6નાં મોત
આ પણ વાંચો: અમદાવાદમાં નવરાત્રિ વચ્ચે માર્ગ અકસ્માતોની વણઝાર, બે દિવસમાં 4નાં મોત
આ પણ વાંચો: વડોદરામાં અકસ્માત બાદ કારચાલક ફરાર! માતા-પુત્રી સવાર એક્ટિવાને જોરદાર ટક્કર
