Botad News : બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડુતો સાથે વેપારીઓ દ્વારા કડદો થતો હોવાના વિડ્યો વાઈરલ થયો હતો. જેને લઈને AAP ના રાજુ કરપડા ના સમર્થનમાં મોટી સંખ્યામાં ખેડુતો માર્કેટિંગ યાર્ડ પહોચ્યા હતા.જેમાં માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ કડદાના નામે ખેડુતો સાથે છેતરપિંડી કરે છે તે બંધ કરવા માંગણી કરવામાં આવી હતી.
હરરાજીના સમયે જ વેપારીઓએ કપાસ વ્યવસ્થિત ચેક કરીને જ ખરીદી કરવી જોઈએ, એવી માંગણી ઉઠી છે. વેપારી દ્વારા કપાસની ખરીદી બાદ તેના જીનીંગ પર કપાસ પહોંચાડવાનું ભાડુ ખેડુતો પાસે લેવામાં આવે છે તે બંધ કરવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયા ખેડુતો વચ્ચે આવીને કડદો બંધ કરવાનું કહ્યું હતું. પરંતુ ખેડુતો દ્વારા લૈખિક ખાત્રી આપવાનું કહેતા ચેરમેન લૈખિક ખાત્રીની ના પાડતા ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં બેસી ગયા હતા.
ખેડૂતોના પ્રશ્નો તેમજ ખેડુતોની તમામ માંગ પૂરી કરવામાં નહિ આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખી યાર્ડમાં જ રહેવાનું AAP ના નેતા રાજુ કરપડા એ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા, છોટાઉદેપુરમાં બની ડબલ મર્ડરની ઘટના
આ પણ વાંચોઃ દર્દીની પત્નીના મોહમાં આવેલા ડોક્ટરની હત્યા, હુમલાખોરો દ્વારા હુમલો અને ફોન અકસ્માતમાં ઘાયલ
આ પણ વાંચોઃ કચ્છમાં હવે કાયદાનો ડર રહ્યો નથી : અંજારના ગંગાનાકે ભરબજારે યુવાનની હત્યા
