Gujarat Weather/ ગુજરાતમાં વહેલી ગરમી શરૂ થવાનો અંદાજ, અમદાવાદ, ડીસા, સુરત સહિત તાપમાનમાં વધારો

ગુજરાતમાં ગરમી (Heatwave) વધી રઈ છે અમદાવાદ, ડીસા, ગાંધીનગરમાં તાપમાન 35°C થી ઉપર. હવામાન વિભાગની આગાહી, માર્ચમાં ગરમીમાં વધુ વધારો.

Top Stories Gujarat Breaking News
Heatwave

Gujarat Weather:ગુજરાતમાં હવે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગરમીના પ્રકોપથી લોકો કંટાળવા લાગ્યા છે. શરૂઆતમાં ગરમી આટલી જ તીવ્ર હોય તો આવનારા દિવસો કેટલા તીવ્ર હશે તેનો અંદાજ આગામી દિવસોમાં જ લગાવી શકાય છે. હવામાન વિભાગે ગુજરાતમાં ગરમીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. પવનની દિશા બદલાતા ગરમીમાં (Heatwave) વધારો થશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીમાં (Heatwave) વધારો થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.05 ડિગ્રી, ડીસા અને ગાંધીનગરમાં 36.05 ડિગ્રી, વડોદરામાં 35.02 ડિગ્રી, સુરતમાં 34 ડિગ્રી, ભુજમાં 35 ડિગ્રી, કંડલામાં 35 ડિગ્રી, ભાવનગરમાં 33.02 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 35.08 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન વધવાની ધારણા છે.

ગુજરાતમાં હિટવેવની (Heatwave)  શક્યતા 

હવામાન વિભાગની આગાહી મુજબ, આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ પડશે. માર્ચમાં ગરમી વધવાની સાથે સારો વરસાદ પડશે. રાજ્યભરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. માર્ચ મહિનામાં કચ્છ અને દ્વારકામાં ભારે ગરમી (Heatwave) પડશે. ઉત્તર ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ પહોંચશે. મધ્ય ગુજરાતમાં પણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેશે. માર્ચ મહિનામાં પ્રીમોન્સૂન પ્રવૃત્તિની પણ અપેક્ષા છે. બીજી તરફ, પવનની દિશામાં ફેરફાર થવાથી ગરમીમાં વધારો થશે.


આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ

આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી

આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી