Dharma & Bhakti/ ચંદ્રગ્રહણનો કઈ રાશિ પર થશે પ્રતિકૂળ પ્રભાવ…કોને મળશે એના સારા પરિણામો..!

Chandra Grahan 2026 (ચંદ્રગ્રહણ) ના પ્રભાવથી કેટલાક લોકોના જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ સર્જાઇ શકે છે જ્યારે કેટલીક રાશિના જાતકોને એનું સકારાત્મક…

Trending Religious Rashifal Dharma & Bhakti
Chandra Grahan 2026 ,ચંદ્રગ્રહણ, હોળી, કુંભ રાશિ, વૃષભ રાશિ

Dharm & Bhakti: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 3 માર્ચ (Chandra Grahan 2026, 3 March) ના રોજ દિવસના સમય દરમિયાન શરુ થશે. હોળીના દિવસે (Holi) આ ગ્રહણ સિંહ રાશિમાં થશે જેથી એનો પ્રભાવ તમામ 12 રાશિઓ (12 Zodiac Signs) પર જોવા મળી શકે છે. એના પ્રભાવથી કેટલાક લોકોના જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ સર્જાઇ શકે છે જ્યારે કેટલીક રાશિના જાતકોને એનું સકારાત્મક પરિણામ મળી શકે છે. તો ચાલો જોઇએ, મેષ થી મીન સુધીની રાશિઓ અંગે જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે?

ચંદ્રગ્રહણ (Chandra Grahan 2026) ની 12 રાશિઓ પર અસર અને ઉપાય

મેષ રાશિ

આ ગ્રહણ તમારા 5 મા સ્થાનમાં થશે અને એના પરિણામે શારીરિક રુપે તમને સમસ્યા થઇ શકે છે. એનાથી બચવા માટે આજે ગ્રહણ પછી તરત કોઇ પહાડી સ્થળ (Hill Station)ની યાત્રા કરવી અને ગ્રહણ દરમિયાન ઊંચા સ્વરે મંત્ર જાપ કરવા.

વૃષભ રાશિ

આ ગ્રહણ તમારા 4 થા સ્થાનમાં થશે અને આ ભાવ માતા, ભૂમિ, ભવન અને વાહન સાથે સંબંધિત છે. આની અસરથી તમને દરેક પ્રકારનો લાભ પ્રાપ્ત થશે અને અપાર લાભના અવસરો પણ મળશે. એનાથી બચવા માટે તમારે ગ્રહણ પછીના 15 દિવસ સુધી કોઈ પણ મુદ્દે માતાનો વિરોધ કરવો નહિં. ગ્રહણ પછીના 3 દિવસ સુધી ઘરે આવેલા મહેમાનોને દૂધ કે શર્બત અવશ્ય પીવડાવવું.

Chandra Grahan 2026 ,ચંદ્રગ્રહણ, હોળી, કુંભ રાશિ, વૃષભ રાશિ

મિથુન રાશિ

આ ગ્રહણ તમારા ત્રીજા સ્થાને થશે અને આ સ્થાન ભાઈ-બહેનોનું છે. આથી તમારા ભાઈ-બહેનોના ધનમાં વૃદ્ધિ થશે અને તમને પણ એમના તરફથી આર્થિક સપોર્ટ મળશે. આથી જ એમની સાથે સંબંધ જાળવી રાખવા અને એમની આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે ગ્રહણ દરમિયાન તમારે દેવી દુર્ગા (Devi Durga)ના મંત્રોનો જાપ કરવો. ઘઉં કે ગોળનું કોઇ સફાઈ કર્મચારીને સન્માનસહિત દાન કરવું.

કર્ક રાશિ

તમારી રાશિના 2 જા સ્થાને આ ગ્રહણ લાગવા જઇ રહ્યું છે અને આ ધનસ્થાન છે. આથી તમને ધનસંબંધી ચિંતાઓ થઇ શકે છે. ગ્રહણ સમાપ્ત થયે સ્નાન કરીને માતા અથવા કોઈ ઘરડી સ્ત્રીના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લેવા. ગ્રહણ બાદ, માતા અથવા તો સાસુ પાસેથી બે મુઠ્ઠી ચોખા (Rice) લઇને એક સફેદ થેલીમાં હંમેશા પોતાની પાસે રાખવા.

Chandra Grahan 2026 ,ચંદ્રગ્રહણ, હોળી, કુંભ રાશિ, વૃષભ રાશિ

સિંહ રાશિ

તમારા 1 લા અર્થાત્ લગ્ન સ્થાન પર જ ગ્રહણ લાગશે. આથી એના પ્રભાવથી તમને સ્વાસ્થ્ય સંબંધી કોઇ મુશ્કેલીઓ સર્જાઇ શકે છે. આનાથી મુક્તિ મેળવવા માટે તમારે વડના વૃક્ષના મૂળમાં જળ ચડાવવું જોઇએ. ગ્રહણ બાદ, ચાંદીના ગ્લાસ (Silver Glass)માં દૂધ અથવા પાણી પીવું જોઇએ.

કન્યા રાશિ

રાશિના 12 મા સ્થાન પર ગ્રહણ લાગશે આથી તમારા શૈય્યા સુખ પર પણ ગ્રહણ લાગશે. પરિવાર સંબંધી કોઇ ચિંતા થઇ શકે છે. એનાથી મુક્તિ મેળવવા માટે ગ્રહણ અગાઉ જ લીમડાના પાન (Neem Leaves) લઇને દોઢ લિટર પાણીમાં રાખી મૂકો અને ગ્રહણ બાદ એને પાંદડા સહિત જ કોઇ વૃક્ષ કે છોડવાને પાઈ દેવું.

Chandra Grahan 2026 ,ચંદ્રગ્રહણ, હોળી, કુંભ રાશિ, વૃષભ રાશિ

તુલા રાશિ

તમારી રાશિના 11 મા સ્થાન પર આ ગ્રહણ લાગશે અને એ છે આવક અને ઇચ્છાપૂર્તિનો ભાવ…આથી એનો પ્રભાવ સકારાતમક રહેશે. તમને સુખની પ્રાપ્તિ થશે અને આ શુભ સ્થિતિને જાળવી રાખવા માટે ભૈરવ મંદિર (Bhairav Mandir)માં દૂધ ચડાવવું અને કોઇ મજૂરવર્ગના માણસને સનમાનપૂર્વક દૂધ પીવડાવવું.

વૃશ્ચિક રાશિ

તમારી રાશિને 10 મા ભાવ પર ગ્રહણ લાગશે અર્થાત્ તમારી અને તમારા પિતાની કેરિયર (Career) પર પણ ગ્રહણ લાગશે. તમને બંનેને માનસિક રીતે હેરાનગતિ થઇ શકે છે. આથી ગ્રહણ પછી દૂધ ન પીવું પણ દૂધને ફાડીને એ ફાટેલા દૂધનું પાણી ગાળીને પીવું.

ધનુ રાશિ

આ ગ્રહણ તમારા 9 મા સ્થાને લાગશે અર્થાત્ તમારા ભાગ્ય પર અસર કરશે. આથી તમારા જીવનમાં ઉતાર-ચડાવ થયા કરશે. ચંદ્રદેવ (Moon Graha)ના અશુભ ફળોથી બચવા માટે તમારે આજે એક વાડકીમાં સફેદ ચોખા નાખીને પોતાના મંદિરમાં રાખવા જોઇએ અને ગ્રહણ બાદ એનું દાન કરવું જોઇએ. ગ્રહણ સમયે 4 સૂકા નારિયેળને જળમાં પ્રવાહિત કરવા.

મકર રાશિ

આ ગ્રહણ તમારા 8 મા સ્થાન પર સર્જાશે અને આ આયુષ્યનું સ્થાન છે. તમારી ઉંમરમાં વૃદ્ધિ થશે અને ધન લાભ પણ થશે. આથી ચંદ્ર દેવના શુભ ફળને સુનિશ્ચિત કરવા માટે તમારે ચંદ્ર દેવના મંત્રોના જાપ કરવા જોઇએ. ગ્રહણ બાદ, મંદિર (Mandir)માં ચણા દાન કરવા અને પૂનમની રાત્રે દૂધની ખીરનું દાન તમારા વડીલોના નામથી કરવું.

કુંભ રાશિ

આ ગ્રહણ તમારા 7 મા સ્થાને લાગશે અર્થાત્ તમારા જીવનસાથી (Life Partner) સાથેના સંબંધો પર ગ્રહણ લાગશે. એના પ્રભાવથી તમને ધન-સંપત્તિનું નુકસાન વેઠવું પડી શકે છે. આથી આ નુકસાનથી બચવા માટે ગ્રહણ બાદ તરત જ દૂધનું દાન (Daan) કરવું. ગ્રહણ દરમિયાન, તમારા વજનના દસમા ભાગના ચોખા કાઢીને રાખવા અને એને હંમેશા પોતાના ઘરમાં જ રાખવા.

Chandra Grahan 2026 ,ચંદ્રગ્રહણ, હોળી, કુંભ રાશિ, વૃષભ રાશિ

મીન રાશિ

તમારા 6 ઠ્ઠા સ્થાન પર ગ્રહણ લાગશે અને આ સ્થાન સ્વાસ્થ્ય, મિત્ર અને શત્રુઓ સાથે સંબંધિત છે. આથી આના પ્રભાવથી તમારી તબિયત નરમ-ગરમ રહી શકે છે. આથી આ ઉતાર-ચડાવોથી બચવા માટે તમારે ચંદ્રગ્રહણ દરમિયાન, કોઇના પણ સાથે ફોનમાં વાત કરતી વખતે પોતાનો ભેદ ન કહેવો. જો શક્ય હોય તો ગ્રહણ બાદ સસલાને લીલો ચારો ખવડાવવો.


આ પણ વાંચો: હોળી પહેલા ગ્રહોની મહાયુતિ…શુક્રનું મીન રાશિમાં ગોચર…’માલવ્ય રાજયોગ’થી 4 રાશિઓનું ભાગ્ય ચમકશે..!

આ પણ વાંચો: હોળીના દિવસે જ ચંદ્રગ્રહણ સર્જાશે..! આ 4 રાશિઓએ અત્યંત સતર્ક રહેવું પડશે..!

આ પણ વાંચો: 3 માર્ચે ચંદ્ર ગ્રહણ…શું હોળીની પૂજા પર અસર કરશે? જાણો સૂતક કાળમાં શું કરવું અને શું ન કરવું?