Not Set/ ૫ રૂપિયાની ડેયરી મિલ્ક ખાઓ અને મેળવો JIOનો ૧ GB ડેટા ફ્રી, જુઓ આ ખાસ ઓફર

નવી દિલ્હી, દેશભરમાં ટેલિકોમ ક્ષેત્રમાં સૌથી સસ્તામાં મોબાઈલ ડેટા આપી ક્રાંતિ સર્જનાર રિલાયન્સ જિયો હાલ પોતાની બીજી એનિવર્સરી મનાવી રહ્યું છે ત્યારે આ ખાસ પળની ખુશીમાં કંપની દ્વારા ગ્રાહકોને વધુ એક મેજિક ઓફર આપવામાં આવી રહી છે. જિયો દ્વારા મફતમાં ૧ GB ડેટા એ ગ્રાહકોને આપવામાં આવશે જેઓની પાસે કેટબરી ડેયરી મિલ્ક ચોકલેટ છે. કંપની […]

Trending Tech & Auto

નવી દિલ્હી,

દેશભરમાં ટેલિકોમ ક્ષેત્રમાં સૌથી સસ્તામાં મોબાઈલ ડેટા આપી ક્રાંતિ સર્જનાર રિલાયન્સ જિયો હાલ પોતાની બીજી એનિવર્સરી મનાવી રહ્યું છે ત્યારે આ ખાસ પળની ખુશીમાં કંપની દ્વારા ગ્રાહકોને વધુ એક મેજિક ઓફર આપવામાં આવી રહી છે.

જિયો દ્વારા મફતમાં ૧ GB ડેટા એ ગ્રાહકોને આપવામાં આવશે જેઓની પાસે કેટબરી ડેયરી મિલ્ક ચોકલેટ છે.

tech-reliance-jio-offers-1gb-free-4g-data-cadbury-dairy-milk-chocolate

કંપની દ્વારા જણાવ્યા મુજબ, ગ્રાહકોએ આ ડેટા મેળવવા માટે ઓછામાં ઓછા ૫ રૂપિયાના રેગ્યુલર ડેયરી મિલ્ક ચોકલેટ અથવા તો ડેયરી મિલ્ક ક્રેકર, ડેયરી મિલ્ક રોસ્ટ આલમંડ, ડેયરી મિલ્ક ફ્રુડ એન્ડ નટ તેમજ ડેયરી મિલ્ક લીકેબલ્સનું ખાલી પેપર હોવું જરૂરી છે.

tech-reliance-jio-offers-1gb-free-4g-data-cadbury-dairy-milk-chocolate

ગ્રાહકોએ ફ્રીમાં ડેટા તેમજ કંપનીના બીજા જિયો સબસ્ક્રાઈબરને ફ્રી ડેટા ટ્રાન્સફર કરી શકો છો. આ ઓફર ૩૦ સપ્ટેમ્બર સુધી વેલિડ રહેશે. સાથે સાથે ફ્રી ડેટા મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં MyJio એપથી પણ કરી શકો છો.

MyJio એપ પર આ રીતે ઉઠાવો ઓફરનો ફાયદો

MyJio એપ પર હોમસ્ક્રીન પર એક બેનર જોવા મળશે, જેમાં ફ્રી ડેટાની ઓફર આપવામાં આવી છે. આ બેનર પર ક્લિક કર્યા બાદ તમને પાર્ટીસિપેટ નાઉ પર બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ફ્રી ડેટા લેવા માટે ડેયરી મિલ્ક ચોકલેટના ખાલી પેપર પરના બારકોડને સ્કેન કરવાનું રહેશે.

tech-reliance-jio-offers-1gb-free-4g-data-cadbury-dairy-milk-chocolate

ઓફર મેળવવા માટે આ નિયમ

કંપનીની આ ઓફર મેળવવા માટે તમાતે ૫ રૂપિયા, ૧૦ રૂપિયા, ૨૦ રૂપિયા, ૪૦ રૂપિયા અને ૧૦૦ રૂપિયાની ડેયરી મિલ્ક ચોકલેટના ખાલી પેપરનો ઉપયોગ કરવાનો રહેશે. જો તમને ડેયરી મિલ્ક પસંદ ન હોય તો તમે ૪૦ રૂપિયાની ડેયરી મિલ્ક ક્રેકલ, ૪૦ રૂપિયાનું ડેયરી મિલ્ક રોસ્ટ આલમંડ, ૪૦ થી ૮૦ રૂપિયાનું ડેયરી મિલ્ક ફ્રુડ એન્ડ નટ તેમજ ૩૫ રૂપિયાના ડેયરી મિલ્ક લીકેબલ્સનું ખાલી પેપરનો ઉપયોગ કરી શકો છો.