Ahmedabad News:અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ 1xBet સાથે જોડાયેલા ગેરકાયદેસર સટ્ટાબાજી અને મની લોન્ડરિંગના (Money Laundering) એક વિશાળ રેકેટની પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે અને Prevention of Money Laundering Act (PMLA) હેઠળ ઔપચારિક ફરિયાદ નોંધી છે.
તપાસ દરમિયાન પોલીસને ખબર પડી છે કે માત્ર ત્રણ બેંક ખાતાઓમાં જ 550 કરોડ રૂપિયાથી વધુની લેવડ-દેવડ થઈ છે. આ રકમ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી (ખાસ કરીને 1xBet પ્લેટફોર્મ દ્વારા)માંથી ઉભી થયેલી હોવાની શંકા છે. આ રકમને કાયદેસર દેખાડવા માટે મની લોન્ડરિંગની (Money Laundering) અત્યાધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી.
મની લોન્ડરિંગની (Money Laundering)માં બેંક ખાતાનો ગેરઉપયોગ
સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ રેકેટમાં (Money Laundering) એક રેપિડો બાઈક ડ્રાઈવર પ્રદીપ ઓડ (Pradip Od)ના બેંક ખાતાનો ભારે ગેરઉપયોગ કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રદીપ ઓડના ખાતામાં 300 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ ડ્રાઈવર સામાન્ય રીતે રોજિંદા કામધંધા માટે બાઈક ચલાવતો હતો, પરંતુ તેના ખાતાને મની મ્યુલ એકાઉન્ટ (mule account) તરીકે વાપરીને અબજો રૂપિયાના ગેરકાયદેસર નાણાં ફેરવવામાં આવ્યા હતા.

કિરણ પરમાર ઉર્ફે લાલો પણ આ કેસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો છે. તેણે અનેક બેંક ખાતાઓ ખોલાવીને તેનું ઓપરેશન ચલાવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.રેકેટના (Money Laundering) કેટલાક ભાગમાં શેરબજારમાં કૃત્રિમ ટ્રેડિંગ (artificial trades) કરીને પણ પૈસા લોન્ડર કરવાના પ્રયાસો થયા હોવાની શંકા છે.આ મામલે PMLA હેઠળ ગુનો નોંધાયો છે, જેના કારણે તપાસ વધુ કડક અને વ્યાપક બની છે.
આ પણ વાંચો: Ahmedabad : દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન AMC-પોલીસ પર પથ્થરમારો
આ પણ વાંચો: અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, જાહેર રસ્તા પર મહિલાને માર માર્યો
આ પણ વાંચો: વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં જાહેરમાં મારામારી
