Gujarat/ રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં બે દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી છે. 

Top Stories Gujarat Others
  • રાજ્યમાં આગામી બે દિવસ વરસાદનું રેડ એલર્ટ
  • અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
  • આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી
  • સૌરાષ્ટ્ર,ઉત્તર અને મધ્ય ગુજરાત માટે આગાહી
  • રાજ્યમાં આગામી 4 દિવસ મેઘો મન-મૂકીને વરસશે
  • અમદાવાદમાં પણ અતિભારે વરસાદની આગાહી
  • સુરત,વલસાડ,નવસારી,તાપી અને ડાંગમાં પણ આગાહી

ગુજરાતમાં ઘણા જિલ્લા એવા છે કે જ્યા હજુ પણ વરસાદ સંતાકૂકડી રમી રહ્યો છે. ત્યારે હવે તેમના માટે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે, જે આપને રાહત આપશે. જણાવી દઇએ કે, રાજ્યમાં બે દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો – દુર્ઘટના / આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં બે બોટ વચ્ચે ટક્કર, 100 લોકો ડૂબી ગયા હોવાની સંભાવના

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ભારે ઉકરાટથી કંટાળી ગયેલા લોકો માટે રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગેનું માનીએ તો લો પ્રેશર અને સિયરઝોનની અસરથી આજે અને આવતીકાલે એટલે કે 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઈંદ્રદેવની કૃપા રહેશે. જ્યારે 10 સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી શકે છે. જો કે 12 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર ઘટવાની પણ સંભાવનાઓ છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અહી પણ ભારેથીી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં પણ વરસાદની આગાહી છે. વળી બીજી તરફ દક્ષિણ મધ્ય પ્રદેશમાં લો-પ્રેશર સરક્યુલેશનનાં કારણે ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. તો બીજી બાજુ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, અતિ ભારે વરસાદથી ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણનાં વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ રહે. આગામી 12મી તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

આ પણ વાંચો – Political / PM મોદી બ્રિક્સ સમ્મેલનની કરશે અધ્યક્ષતા, અફઘાનિસ્તાનને લઇને ચર્ચાની સંભાવનાઓ

બુધવારે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. ગુજરાતના કુલ 188 તાલુકામાં સાર્વત્રિક મેઘ મહેર થઈ હતી. જેમાંથી ૧૦ તાલુકા એવા હતા કે જ્યાં 4થી 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય 25 તાલુકામાં 2થી 4 ઇંચ, 67 તાલુકામાં અડધાથી બે ઇંચ જ્યારે 53 તાલુકામાં 1 મીમીથી અડધો ઇંચ વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ સુત્રાપાડા અને માણાવદર 9 ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા હતા.  અને દેડિયાપાડામાં પણ 24 કલાકમાં 9 ઇંચ વરસાદ થયો હતો. ધોધમાર વરસાદના પગલે રાજ્યમાં કુલ 8 નાગરિકોના મોત નિપજ્યાં છે. જેમાં વીજળી પડવાથી 4 અને ડૂબવા તેમજ તણાવાથી 4 લોકોના મોત થયાં છે. ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં માત્ર 4 કલાકમાં જ 9 ઇંચ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…