Not Set/ સુરતમાં પાંડેસરા વિસ્તારની સોસાયટીમાં ૧૧ લોકો કોરોના સંક્રમિત

સોસાયટીમાં માસ્ક નહિ પહેરનાર પાસેથી લેવાય છે દંડ

Gujarat Surat

સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રયો છે. જેને લઈને માનપા દ્વારા શહેરમાં  આવતા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરી છે. સુરત શહેરમાં પણ સોસાયટીના લોકો દ્વારા સોસાયટીમાં રહેનાર લોકો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં માસ્ક નહિ પહેરનાર પાસેથી સોસાયટી દ્વારા જ રૂપિયા ૫૦૦ નો દંડ ફટકારવામાં આવે છે. તેમજ હોમ કોરોન્ટાઈનનો ભંગ કરનારને પણ દંડ કરવામાં આવે છે.

આ પણ વાંચો: આસામના 34માંથી 11 જિલ્લામાં મુસ્લિમોની વસતી વધારે, જાણો અમિત શાહે કયા મુદ્દાને હવા આપી

સુરતમાં  કોરોનાના કેસોમાં નોધપાત્ર વધારો થઈ રહ્યો છે. સુરત મનપા દ્વારા પણ રેલ્વે સ્ટેશન અને બસ મથક પર બહારથી આવતા લોકોનું ટેસ્ટીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત શહેરની પાંડેસરાની રામેશ્વર વિલા સોસાયટીમાં ૧૧ લોકો કોરોના સંક્રમિત થતા સોસાયટીના રહીશો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં સોસાયટીમાં માસ્ક નહિ પહેરનાર પાસેથી સોસાયટી દ્વારા રૂપિયા ૫૦૦ નો દંડ વસુલ કરવામાં આવે છે. તેમજ હોમ કોરોન્ટાઈનનો ભંગ કરનારને પણ દંડ કરવામાં આવે છે. ત્યારે સુરત કોરોનાના કેસમાં હજુ પણ વધારો થઈ રહ્યો છે. જેથી સુરત મનપા દ્વારા હજુ પણ વધુ કડક પગલા લેવામાં આવે તેવી શક્યતાઓ છે.