Not Set/ સુમુલ ડેરી/ ચૂંટણી પરિણામ બાદ પણ જોવા મળશે રેસ, સહકાર-સત્તાધારી બને પક્ષને મળી 8-8 બેઠક

બહુચર્ચીત સુમુલ ડેરીની ચૂંટણીનાં પરિણામો જાહેર થઇ ચૂક્યા છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ચૂંટણી પરિણામો વિશે નિવેદનમાં જણાવવામાં પણ આવી ગયુ છે કે, સુમુલની ચૂંટણીમાં ભાજપનાં 11 ઉમેદવારો વિજેતા થયા છે. કોંગ્રેસનાં પણ 5 ઉમેદવારો વિજેતા થયા છે. કોંગ્રેસનાં ઉમેદવારો પણ સંમતિથી વિજેતા થયા છે. સંખ્ય મુજબ સુમુલમાં ભાજપની પેનલનો વિજય થયો છે. અને સત્તા ભાજપ પક્ષે જ […]

Gujarat Surat

બહુચર્ચીત સુમુલ ડેરીની ચૂંટણીનાં પરિણામો જાહેર થઇ ચૂક્યા છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ચૂંટણી પરિણામો વિશે નિવેદનમાં જણાવવામાં પણ આવી ગયુ છે કે, સુમુલની ચૂંટણીમાં ભાજપનાં 11 ઉમેદવારો વિજેતા થયા છે. કોંગ્રેસનાં પણ 5 ઉમેદવારો વિજેતા થયા છે. કોંગ્રેસનાં ઉમેદવારો પણ સંમતિથી વિજેતા થયા છે. સંખ્ય મુજબ સુમુલમાં ભાજપની પેનલનો વિજય થયો છે. અને સત્તા ભાજપ પક્ષે જ રહેશે. 

આપને જણાવી દઇએ કે, સુરતમાં સુમુલ ડેરી ચૂંટણીની મતગણતરી દરમિયાન ભારે રસાકસીનો માહોલ જોવામાં આવ્યો હતો. સંદીપ દેસાઇએ અજીત પટેલને હાર આપી છે, જી હા, ચોર્યાસી બેઠક પર સંદીપ પટેલનો વિજય થયો છે. સહકાર પેનલનાં જયેશ પટેલનો વિજય થયો છે. જયેશ પટેલે બ્રિજેશ પટેલને હરાવ્યા છે. જયેશ પટેલ 38 મતથી વિજયી બન્યાં છે. તો માગરોળ બેઠક પર રાજુ પાઠકનો વિજય થયો છે. 

ઉલ્લેખનીય છે કે, સુરતની સૂમૂલ ડેરીમાં યોજાયેલી ચૂંટણી બાદ આજે મતગણતરી હતી. 16 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. 2 બેઠકો બિનહરિફ થઈ હતી. 5 બેઠકો ઉપર સમાધાનકારી વલણ અપનાવાયુ હતું. 9 બેઠકો માટે ખરાખરીનો જંગ ખેલાયો હતો. 

સુમુલ ડેરીમાં ખરાખરીનો જંગ ખેલાયો તે 9 બેઠકોનાં પરિણામ 
વ્યારા બેઠક પર સિદ્ધાર્થ પટેલની જીત
બારડોલી બેઠક પર અજીત પટેલનો વિજય
માગરોળ બેઠક પર રાજુ પાઠકની જીત
ચોર્યાસી બેઠક પર સંદીપ દેસાઇ જીત્યા

સોનગઢ બેઠક પર ટાઇ પડતાં ઉછળી હતી ચિઠ્ઠી
સત્તાધારી પક્ષને મળી સોનગઢ બેઠક

સત્તાધારી પેનલ-સહકારી પેનલ વચ્ચે રસાકસી જોવામાં આવી હતી . મળતી માહિતી પ્રમાણે બંને પેનલને એકસરખી બેઠક મળી છે. કુલ 16 બેઠકોમાંથી સહકાર-સત્તાધારી પક્ષને 8-8 બેઠક મળી છે. સુમુલની ચૂંટણીમાં ભાજપ VS ભાજપની લડાઈ જોવામાં આવી હતી, ત્યારે હવે સત્તા સ્થાન માટે મેન્ડેટ દ્વારા આખરી નિર્ણય કરાશે. આગામી બે દિવસમાં બોર્ડની બેઠક
કલેકટરની અધ્યક્ષતામાં મળશે અને તેમાં જ ચેરમેન-વાઇસ ચેરમેનનાં નામની પસંદગી કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews