Vankaner News: વાંકાનેરના લીલીયાના ગુડારણ ગામે 15 વર્ષથી ડાયાબીટીસથી પીડિત બીમાર મહિલાએ એસિડ ગળી લેતા વાંકાનેરમાં વધુ બે લોકોએ આપઘાત કરતા જીવ ગુમાવ્યા છે, જેમાં લીલીયા તાલુકાના ગુદરણ ગામે રહેતી મહિલાએ ડાયાબીટીસની પીડાથી કંટાળી આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી મુજબ રેખાબેન જગદીશભાઈ ચૌહાણ (ઉંમર 40) છેલ્લા 15 વર્ષથી ડાયાબીટીસથી પીડિત હતા. ચાર મહિના પહેલા પડી ગયા બાદ તેના ડાબા પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ત્યારપછી તેમની તબિયત બગડતાં દવાઓ લેવા છતાં તે સાજા થતા ન હતા આ બીમારીના દર્દથી કંટાળીને તેણે પોતાના ઘરે રાખેલ એસિડ પી લીધું હતું. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. લીલીયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજ્યમાં છેલ્લા છેલ્લા કેટલાક વર્ષોમાં આત્મહત્યાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. પહેલા તો ફક્ત પ્રેમમાં નિષ્ફળ જનારા જ આત્મહત્યા કરતા હતા. હવે તો પરીક્ષામાં નિષ્ફળ જનારા દસમા ધોરણના વિદ્યાર્થીની સાથે ઉચ્ચશિક્ષણ અભ્યાસમાં પણ નિષ્ફળ જનારા આત્મહત્યા કરે છે. આ ઉપરાંત આર્થિક તકલીફોના લીધે આખુ કુટુંબ આત્મહત્યા કરે છે. દેવાના બોજા હેઠળ દટાયેલા લોકો આત્મહત્યા કરે છે. ગૃહિણીઓ ઘરકંકાસના લીધે આત્મહત્યા કરે છે તો પરીણિતાઓએ દહેજના કારણે આત્મહત્યા કરવી પડે છે.
આ પણ વાંચોઃ પત્નીના ત્રાસથી પતિએ બે બાળકો સાથે કરી આત્મહત્યા, આ વાતો સાંભળીને હૃદય ફાટી જશે
આ પણ વાંચોઃ મધ્યપ્રદેશના ભોપાલની દર્દનાક ઘટના, નિવૃત્ત ડીજીપીના પુત્રની આત્મહત્યા
આ પણ વાંચોઃ કમોસમી વરસાદમાં પાક નિષ્ફળ જતાં સૌરાષ્ટ્રના ખેડૂતની આત્મહત્યા
