Not Set/ ICC World Cup : ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડીઓ દેખાશે એક નવા લુકમાં, આ રંગની પહેરી શકે છે જર્સી

ICC World Cupમાં આ વખતે કુલ 10 ટીમોએ ભાગ લીધો છે. જેમા ભારત અને ઈંગ્લેન્ડને વિશ્વ કપનાં સૌથી મોટા દાવેદાર ગણવામાં આવી રહ્યા છે. ભારતની પહેલી મેચ 5 જૂનનાં રોજ દક્ષિણ આફ્રિકા સામે છે. ભારત પોતાની પહેલી મેચમાં કઇક અલગ જ અંદાજમાં જોવા મળશે. તમે પણ વિચારતા હશો કે અલગ અંદાજ એટલે, તો અમે આપને […]

Top Stories Sports

ICC World Cupમાં આ વખતે કુલ 10 ટીમોએ ભાગ લીધો છે. જેમા ભારત અને ઈંગ્લેન્ડને વિશ્વ કપનાં સૌથી મોટા દાવેદાર ગણવામાં આવી રહ્યા છે. ભારતની પહેલી મેચ 5 જૂનનાં રોજ દક્ષિણ આફ્રિકા સામે છે. ભારત પોતાની પહેલી મેચમાં કઇક અલગ જ અંદાજમાં જોવા મળશે. તમે પણ વિચારતા હશો કે અલગ અંદાજ એટલે, તો અમે આપને જણાવી દઇએ કે, સામાન્ય રીતે ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડીઓની જર્સી વાદળી રંગની હોય છે. પરંતુ આ વખતે તે કોઇ અલગ જર્સી સાથે મેદાનમાં દેખાશે.

વિશ્વ કપની પહેલી મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા વચ્ચે થઇ હતી, જેમા આપે જોયુ હશે કે ઈંગ્લેન્ડની ટીમનાં ખેલાડીઓની જર્સીનો રંગ કઇક અલગ જ હતો, તેવી જ રીત દક્ષિણ આફ્રિકા ટીમની વાત કરીએ તો બાંગ્લાદેશ સામેની મેચમાં દક્ષિણ આફ્રિકા પોતાની ‘અલ્ટરનેટ જર્સી’ પહેરીને મેદાનમાં ઉતર્યુ હતુ. જેનું કારણ એ છે કે જો દક્ષિણ આફ્રિકા પોતાની પરંપરાગત જર્સી પહેરીને રમતુ તો બાંગ્લાદેશ અને આફ્રિકાની જર્સી લગભગ એકસમાન દેખવા મળતી. આ કારણે આફ્રિકાએ પોતાની ‘અલ્ટરનેટ જર્સી’ પહેરી હતી. તેવામાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું ભારતીય ટીમ પણ ‘અલ્ટરનેટ જર્સી’ પહેરશે? પહેરશે તો તે કેવા રંગની હશે?

આપને જણાવી દઇએ કે, ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં પારંપરિક વાદળી રંગની જર્સી પહેરીને જ રમશે. પરંતુ ઈંગ્લેન્ડની સાથે થનારી મેચમાં ટીમ ઈંન્ડિયાનાં ખેલાડીઓ ‘અલ્ટરનેટ જર્સી’નો ઉપયોગ કરતા જોવા મળશે, જે પાછળથી નારંગી રંગની હશે અને આગળથી તે વાદળી રંગની રહેશે.

ભારતીય ક્રિકેટ ટીમને આ પહેલા ક્યારે એક સાથે અથવા એકથી વધારે જર્સી સાથે મેદાનમાં ઉતરી નથી. 2019નો આ વિશ્વ કપ પહેલો હશે કે જેમા ટીમ ઈંન્ડિયા એકથી વધુ જર્સીનો ઉપયોગ કરતા મેદાનમાં ઉતરી શકે છે. જર્સીનાં રંગની વાત કરીએ તો તેનો આગળનો ભાગ વાદળી રંગનો હશે તો પાછળનો ભાગ નારંગી રંગનો જોવા મળશે. આ જર્સીનો ભારતીય ખેલાડીઓ અલ્ટરનેટ જર્સી તરીકે ઉપયોગ કરશે. આપને જણાવી દઇએ કે, આ વિશ્વ કપમાં ઈંગ્લેન્ડનાં ખેલાડીઓની જર્સીનો રંગ વાદળી છે અને ભારતીય ખેલાડીઓની જર્સીનો રંગ પણ વાદળી છે ત્યારે ભારતીય ટીમ આ અલ્ટરનેટ જર્સીનો ઉપયોગ કરી શકે છે. ઈંગ્લેન્ડની જર્સીનો રંગ થોડોક આછો વાદળી છે ત્યારે ભારતીય ટીમની જર્સીનો રંગ થોડોક ઘેરો છે. આ માટે મેચ દરમિયાન કોઈપણ પ્રકારનો ભ્રમ ન થાય તે માટે ટીમ ઈંન્ડિયાએ પોતાની જર્સીનો રંગ બદલવાની જરૂર પડી શકે છે. આ રંગમાં ટીમ ઈંન્ડિયા પહેલી વખત દર્શકોને જોવા મળશે. જર્સીમાં બદલાવની વાત સાંભળતા ક્રિકેટ પ્રેમીઓમાં ઘમી  ઉત્સુક્તા જોવા મળી રહી છે.