Not Set/ બેઇજિંગમાં અમેરિકા – ભારતની એલચી કચેરી નજીક થયો બોમ્બ વિસ્ફોટ ….

ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યું છે, તેમ છતાં પણ ચીની લોકો માટે અમેરિકા ભણવા અને ફરવા જવા માટે પસંદગીનું સ્થળ રહ્યું છે. બેઇજિંગમાં આવેલી અમેરિકાની એલચી કચેરીની બહાર બોમ્બ વિસ્ફોટ થયો હોવાની ખબર મળી છે. It was a very low intensity blast close to the Indian Embassy (near US Embassy), no reports […]

Top Stories India World

ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યું છે, તેમ છતાં પણ ચીની લોકો માટે અમેરિકા ભણવા અને ફરવા જવા માટે પસંદગીનું સ્થળ રહ્યું છે. બેઇજિંગમાં આવેલી અમેરિકાની એલચી કચેરીની બહાર બોમ્બ વિસ્ફોટ થયો હોવાની ખબર મળી છે.

ઘટનાને પ્રત્યક્ષ નજરે જોનારા લોકોનું કહેવાનું છે કે બોમ્બ વિસ્ફોટ બેઇજિંગમાં આવેલી અમેરિકાની એલચી કચેરીની બહાર થયો છે. ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા ફોટાઓમાં ભારે પ્રમાણમાં ધુમાડો અને પોલીસની ગાડીઓ દેખાઈ રહી છે.

ટ્વિટર પરથી મળતી ખબરો મુજબ આ વિસ્ફોટ નીચી તીવ્રતાનો હતો. આ વિસ્ફોટ ભારતની એલચી કચેરી અને અમેરિકાની એલચી કચેરીની નજીક થયો હતો. કોઈના ઘાયલ તેમજ મૃત્યુ થયા હોવાની ખબર નથી. હાલમાં પોલીસ તાપસ ચાલી રહી છે. ભારતીય એલચી કચેરી તેમજ કચેરીના કર્મચારીઓને કોઈ જાનહાની થઇ નથી.