મુંબઇ
ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં 2019ની શરૂઆત એકદમ ધમાકેદાર થવાની છે, જ્યાં ત્રણ મોટી ફિલ્મો એક જ દિવસે રિલીઝ થશે. હૃતિક રોશનની ‘સુપર 30’, કંગના રનૌતની ‘મણિકર્ણિકા’ અને ઈમરાન હાશમીની ‘ચીટ ઇન્ડિયા’ 25 જાન્યુઆરી, 2019 ના રોજ ત્રણેય ફિલ્મો રિલીઝ થવાની છે. એટલું જ નહીં, પરંતુ ત્રણ ફિલ્મો સાથે નવાજુદ્દીન સિદ્દીકીના બાલ ઠાકરે બાયોપિક પણ રિલીઝ થશે.
આટલી માતબર ફિલ્મો એક જ દિવસે રીલીઝ થઇ રહી હોવાથી કોઈ શંકા નથી કે આ બોક્સ ઓફિસ પર જબરદસ્ત ટક્કર થવાની છે. ખાસ કરીને કંગનાની મણિકર્ણિકા અને હૃતિક સુપર 30 બોક્સ ઓફિસ પર બરાબર ટકરાશે. આ બન્ને મોટા બજેટ ફિલ્મો છે.
ખાસ બાબત એ છે કે ઇમરાન હાશમીની ‘ચીટ ઇન્ડિયા ‘અને હૃતિકની સુપર 30 બંને ફિલ્મ ભારતની શિક્ષણ વ્યવસ્થાની આસપાસ ફરે છે. 2016 માં પણ, હૃતિકની ‘કાબીલ’ મુવી શાહરૂખનની ‘રઇસ’ સામ ટક્કરાઈ હતી અને આ વખતે તેની સામે ત્રણ ફિલ્મો છે. હૃતિક શું નક્કી કરે છે કે તે જાણવું રસપ્રદ રહશે..
