Not Set/ સુરત: શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોરમાર મારવાનો મામલો, શિક્ષકને કરાયો સસ્પેન્ડ

સુરત, સુરતના ઉધના વિસ્તારમાં આવેલી લિટલ સ્ટાર સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીને માર મારતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં શિક્ષક વિદ્યાર્થીને માર મારતો દેખાઈ રહ્યો છે. જો કે આ ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેનાં કારણે વાલીઓએ સ્કૂલમાં હોબાળો કર્યો હતો. જોકે […]

Gujarat Surat Trending

સુરત,

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી લિટલ સ્ટાર સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીને માર મારતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં શિક્ષક વિદ્યાર્થીને માર મારતો દેખાઈ રહ્યો છે.

જો કે આ ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેનાં કારણે વાલીઓએ સ્કૂલમાં હોબાળો કર્યો હતો. જોકે શાળા સંચાલકોએ વાત વધુ ઉગ્ર થાય તે પહેલાં જ પોલીસને જાણ કરતાં જ પોલિસ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી.

વાલીની ઉગ્ર રજૂઆત અને મામલો થાળે પાડવા માટે પોલીસે સીસીટીવીના ફૂટેજ અને વાલીની ફરિયાદને આધારે હાલમાંતો  શિક્ષકની અટકાયત કરી છે. હાલ માર મારનાર શિક્ષકને સસ્પેન્ડ કરી દેવાંમાં આવ્યો છે. તેમજ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.