Banaskantha News/ રામદેવરાથી પરત ફરતા વાહનને જોરદાર ટક્કર! પાલનપુર-આબુ હાઈવે પર 12 લોકો ઈજાગ્રસ્ત

Abu Highway Accident: પાલનપુર-આબુ હાઈવે પર કિડોતર ગામ નજીક રામદેવરાથી પરત ફરી રહેલા લોકોના વાહનને પાછળથી પૂરઝડપે આવેલી ગાડીએ ટક્કર મારતાં 10થી 12 લોકોને ઈજા થઈ છે. અકસ્માત CCTVમાં કેદ થયો છે અને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી.

Top Stories Gujarat Others
Abu Highway Accident: રામદેવરા દર્શનથી પરત આવતા પરિવારોને અકસ્માત નડ્યો! 12 ઈજાગ્રસ્ત

Palanpur Accident News: પાલનપુર-આબુ હાઈવે પર કિડોતર ગામ નજીક રામદેવરાથી પરત ફરી રહેલા લોકોના વાહનને પૂરઝડપે આવેલી અન્ય ગાડીએ પાછળથી ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત (Abu Highway Accident) સર્જાયો હતો. અકસ્માતમાં અંદાજે 10થી 12 લોકોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે, જ્યારે ટક્કર મારનાર વાહનનો ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હોવાનું જણાવાયું છે.

Abu Highway Accident: રામદેવરાથી પરત ફરતા સમયે અકસ્માત

મળતી માહિતી મુજબ, કિડોતર ગામના કેટલાક લોકો (Kidotar Accident) રામદેવરાના દર્શન કરીને રાત્રિના સમયે પરત ફરી રહ્યા હતા. તેઓ કિડોતર પાટિયા નજીક હાઈવે પરથી ગામ તરફ વળી રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી ગાડીએ તેમના વાહનને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે લોકોનું વાહન પલટી મારી ગયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

10થી 12 લોકોને ઈજા, ત્રણ ગંભીર

અકસ્માતમાં વાહનમાં સવાર અંદાજે 10થી 12 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અમીરગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણ લોકોને ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં એક બાળક, એક મહિલા અને કેટલાક પુરુષોનો સમાવેશ થતો હોવાનું પૂર્વ સરપંચ ભારતસિંહે જણાવ્યું હતું.

અકસ્માતની ઘટના CCTVમાં કેદ

અકસ્મતની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ ટક્કર મારનાર ગાડીનો ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પૂર્વ સરપંચ ભારતસિંહ સહિત સ્થાનિક લોકો દ્વારા હાઈવે પરના વિવિધ CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે, જેથી ટક્કર મારનાર વાહનને ઓળખી શકાય.

અમીરગઢ પોલીસને અકસ્માતની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અમીરગઢ પીઆઈ બી.ડી. ગોહિલે જણાવ્યું હતું કે અકસ્માતમાં કેટલાક લોકોને ઈજાઓ પહોંચી છે અને CCTV ફૂટેજના આધારે ટક્કર મારનાર ગાડીની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ હવે CCTV ફૂટેજ અને અન્ય વિગતોના આધારે ફરાર વાહનચાલકને શોધવાની કાર્યવાહી કરી રહી છે.


આ પણ વાંચો: મિત્રને મૂકીને ઘરે પરત ફરતા યુવકને ST બસે કચડ્યો, માથામાં ગંભીર ઈજા થતા 6 દિવસ બાદ મોત

આ પણ વાંચો: છેડતી કરતાં યુવકને કિન્નરે જાહેરમાં શીખવ્યો પાઠ! વાળ પકડી બે લાફા ઝીંકતાં દશામાના વિસર્જનમાં બબાલ

આ પણ વાંચો: સુરતમાં દંપતીએ રૂ. 15.57 કરોડની ઠગાઈ આચરી