સુરત/ ટેક્સટાઈલ પ્રોસેસર્સ કોલસાની કરશે આયાત, એક ટને આટલા રૂપિયાનો ફાયદો

કોલસાના વધતા ભાવને કંટ્રોલ કરવા શહેરના ટેક્સટાઈલ પ્રોસેસર્સ હવે જાતે જ કોલસાની આયાત કરશે. આ માટે કૃભકો પોર્ટ પરથી મંજૂરી પણ મળી ગઈ છે.

Gujarat Surat
કોલસાની
  • ટેક્સટાઇલ પ્રોસેસર્સ કોલસાની કરશે આયાત
  • કૃભકોના પોર્ટ પરથી આયાતનું આયોજન
  • ટૂંક સમયમાં થશે શરુઆત
  • એક ટને 1500થી 2000 રૂ. નો ફાયદો

સુરતમાં આયાતની મોનોપોલીને લીધે પ્રોસેસર્સે વધારે રૂપિયા ચૂકવવા પડે છે. ત્યારે હવે કોલસો સસ્તો મળે તે માટે પ્રોસેસિંગ એસોસિએશને કૃભકોના પોર્ટ પરથી આયાત કરવાનું આયોજન કર્યું છે. જે હવે ટૂંક સમયમાં જ શરૂ કરી દેવાશે. જો કે, આ કોલસો પ્રોસેસિંગ એસોસિએશનના સભ્યોને જ મળશે. કૃભકો કંપનીના પોર્ટ પરથી કોલસાના આયાત કરવામાં આવશે તો દરેક પ્રોસેસર્સને એક ટન કોલસા પર 1500થી 2000 રૂપિયા સુધીનો ફાયદો થશે.

કોલસાના વધતા ભાવને કંટ્રોલ કરવા શહેરના ટેક્સટાઈલ પ્રોસેસર્સ હવે જાતે જ કોલસાની આયાત કરશે. આ માટે કૃભકો પોર્ટ પરથી મંજૂરી પણ મળી ગઈ છે. ટૂંક સમયમાં જ આયાત શરૂ કરાશે. છેલ્લાં દોઢ વર્ષથી કોલસાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં ખાસ કરીને પ્રોસેસિંગ એકમોમાં વધુ આયાત કરે છે. ભાવ વધતા જતાં એકમો પણ જોબ ચાર્જમાં વધારો કરી રહ્યા છે.

સુરત શહેરમાં 350થી વધુ પ્રોસેસિંગ એકમો છે. એક પ્રોસેસિંગ હાઉસમાં એવરેજ રોજ 50 ટનથી વધારે કોલસાની જરૂરિયાત હોય છે. કૃભકો કંપનીના પોર્ટ પરથી કોલસાના આયાત કરવામાં આવશે તો દરેક પ્રોસેસર્સને એક ટન કોલસા પર 1500થી 2000 રૂપિયા સુધીનો ફાયદો થશે.

કયા દેશમાંથી કેવો કોલસો મંગાવવો, દરેક પ્રોસેસિંગ એકમોની જરૂરિયાત પ્રમાણે તેમને કેવા પ્રકારના કોલસાની જરૂરિયાત છે અને માર્કેટની ડિમાન્ડ પ્રમાણે કેટલાં કોલસાની આયાત કરવી જેવી તમામ બાબતો નક્કી કરવા સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસિંગ એસોસિએશન એક ટીમ બનાવશે અને ત્યારબાદ કોલસો આયાત કરશે.

આ પણ વાંચો :ગુજરાતમાં 57 IPS અધિકારીઓની બદલી, અનેક જિલ્લાના SP બદલાયા

આ પણ વાંચો :કોંગ્રેસના ધરણાં સમયે કોર્પોરેટર રચનાબેને ખાધી ઘેનની દવા,જાણો કેવી છે હાલત

આ પણ વાંચો :પત્નીએ લીધો પતિનો જીવ: ખાટલા સાથે બાંધી જીવતો સળગાવ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

આ પણ વાંચો :લીંબુના ભાવ વધારે મન કર્યું ખાટું, 200 રૂપિયા કિલોએ પહોંચ્યો રેટ