ગુજરાતમાં એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. કોઈ મિત્રની હત્યા કરી રહ્યું છે તો કોઈ પોતાના પરિવારના સભ્યોની એટલું જ નહીં એક પત્ની જે પોતાના પતિને સાવથી વધુ પ્રેમ કરતી હોય છે એ જ પત્ની પોતાના પતિની હત્યા કરી રહી છે. ત્યારે આવી એક ઘટના ભાવનગરની સામે આવી છે. જ્યાં એક પત્નીએ પોતાના પતિની હત્યા કરી નાખી છે. તળાજા તાલુકાના સરતાનપુર ગામમાં પત્નીએ પતિને જીવતો સળગાવી દેતા ખળભળાટ મચી ગયો હતો. છેલ્લા ઘણા સમયથી દંપતિ વચ્ચે કંકાસ ચાલતો હતો. આ કંકાસનો શુક્રવારે કરુણ અંજામ આવ્યો હતો. પોલીસને જાણવા મળ્યું હતું કે બપોરના સમયે પતિ સવજીભાઈ સુતા હતા. તે સમયે પત્ની મંજુબેને તેમને ખાટલા સાથે બાંધ્યા અને કેરોસિન છાંટીને જીવતા સળગાવી દીધા હતા. આ કેસમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
તળાજા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ અંગે લક્ષ્મણભાઈ જીવાભાઈ બારૈયાએ તળાજા પોલીસ મથકમાં મધુબેન સવજીભાઈ બારૈયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પતિ પત્નિ વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો અને અવારનવાર ઝઘડો થતાં હોવાને લીધે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે. આ દંપતિને સંતાનમાં અનીતાબેન નામની એક દીકરી છે જેમના લગ્ન થઈ ચુકયા છે. આ મામલે પોલીસે મહિલાની અટક કરી હતી.
પતિને સળગાવી મારવાની ઘટનામાં દારૂનું દૂષણ મુખ્ય કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગ્રામજનોમાં થતી ચર્ચા મુજબ મૃતક દારૂના રવાડે ચડયા હોય, જેથી દારૂ પી આવી અવાર-નવાર પત્નિ સાથે મારઝૂડ કરતો હતો. જેના કારણે આજે મહિલાએ તેના પતિને ખાટલે બાંધી જીવતો સળગાવી દઈ હત્યાનો ખોફનાક ખેલ ખેલ્યો હતો.
તળાજાના છેવાડે આવેલા સરતાનપર (બંદર) ગામમાં 15 થી વધુ દેશીદારૂની ભઠ્ઠી ધમધમતી હોવાનું કહેવાય છે. આ ગામની તાસીર એવી છે કે, મહેમાન આવે તો પાણી ના બદલે દારૂનો પ્યાલો આપવામાં આવે છે. દારૂના દૂષણથી સરતાનપર ગામની સ્થિતિ એવી છે કે, અનેક બહેનો વિધવા બની છે, અનેક યુવકો આજે પણ વ્યસનના કારણે મોતના મુખથી દૂર નથી. તાજેતરમાં જ ગામના સરપંચે પણ દારૂના દૂષણની વાત કરી કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
આ પણ વાંચો :આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, અંબાજીમાં આરતીના સમયમાં ફેરફાર કરાયો
આ પણ વાંચો :યુવતીએ ધર્મ અને જ્ઞાતિના ઉલ્લેખ વિનાનું જાતિ સર્ટિફિકેટ મેળવવા માટે કોર્ટમાં કરી અરજી
આ પણ વાંચો :લીંબડીમાં યોજાયેલા લોક દરબારમાં CCTV કેમેરા, દારૂ બંધી, સુરક્ષા સહિતની માંગ કરાઈ
આ પણ વાંચો :SC એ સાબરમતી આશ્રમ પુનઃવિકાસ પ્રોજેક્ટ સામેની અરજી હાઇકોર્ટને મોકલી પાછી
