રાજકોટના જીવરાજપાર્ક અંબિકા ટાઉનશીપમાં આવેલ બ્લોસમ એપાર્ટમેન્ટની ગેલેરીનું ગેરકાયદેસર બાંધકામ કરતી વેળાએ સર્જાયેલી દુર્ધટનામાં બે મજૂરના મોત નિપજ્યા હતા. જે બનાવમાં બિલ્ડર અને કોન્ટ્રાક્ટર દ્વારા કોઇપણ પ્રકારના સાધનો આપ્યા વગર ગેરકાયદેસર બાંધકામ કરાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે બેદરકારીથી બે મજૂરના મોત નિપજાવવા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :ઓબીસી વસ્તી ગણતરી પર મોદી સરકાર પર આકરા પ્રહાર
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપમાં આવેલ બ્લોસમ એપાર્ટમેન્ટમાં ગેલેરીનું ગેરકાયદેસર બાંધકામ કરતી વેળાએ ત્રાપા ટેકા ખોલવા જતા પાંચમા માળનો સ્લેબ તૂટી પડતા મજૂરી કામ કરતા માયાણી ચોક ચામુંડાનગરમાં રહેતા રાજેશ ખુશાલ સાગઠીયાઅને નાનમવા રોડ દેવનગર-1માં રહેતા પ્યારેલાલ ઉર્ફે શિવો રામશંકર ચૌહાણ નું મૃત્યુ નિપજ્યું હતું.
આ પણ વાંચો :તાલિબાન સત્તામાં આવ્યા બાદ 100 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ ભારતમાં ઝડપાયું
આ દુર્ઘટનામાં ગેલેરીનું ગેરકાયદેસર બાંધકામ કરાવતી વેળાએ બિલ્ડર કે કોન્ટ્રાક્ટરો દ્વારા બિલ્ડીંગના કોઇપણ માળે સેફ્ટી નેટ કે મજૂરી માટે કોઇપણ પ્રકારના સેફ્ટીના સાધનો આપ્યા વગર બાંધકામ કરાવી બેદરકારી રાખી બાંધકામ વખતે ચોાથા માળે ત્રાપા ટેકા ખોલતી વખતે ગેરકાયદેસરનો સ્લેબ તૂટી પડ્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.
આ પણ વાંચો : OBC વસ્તી ગણતરી મામલે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારના જવાબ પર ભડકી શિવસેના
જાણવા મળ્યા પ્રમાણે બ્લોસમ બિલ્ડીંગના બિલ્ડર ધીરૂ પટેલ હોવાનું અને કોન્ટ્રાક્ટર પ્રશાંત ઉર્ફે પ્રિયાંક પાંચાણી અને પેટા કોન્ટ્રાક્ટર તરીકે દીપ જાવીયા કામ કરતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે તાલુકા પોલીસે ત્રણેય શખ્સોની સઘન પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો :સુરતમાં બાઇક સવાર ઉપર ટ્રક ફરી વળતા ઘટના સ્થળે જ કરુણ મોત, CCTV માં ઘટના કેદ
