Porbandar News : પોરબંદર જિલ્લામાં એક કરૂણ ઘટના સામે આવી છે, જેમાં બે કિશોરોના તળાવમાં ડૂબી જવાથી મોત(Death) નિપજ્યા છે. મળતી માહિતી મુજબ, ભાણવડ નજીકના રાણા રોજીવડા ગામે આ દુર્ઘટના બની હતી.

સ્કૂલેથી છૂટ્યા બાદ નિખિલ ટોરીયા અને સુમિત સોલંકી નામના બે કિશોરો નેસડા તળાવમાં નહાવા ગયા હતા, જ્યાં તેઓ અચાનક ડૂબી ગયા અને તેમનું મૃત્યુ (Death)થયું. આ ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

બંને કિશોરોના મૃતદેહોને ભાણવડ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
