Iran Isaraial war/ ઈરાનનો દુબઈમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો, 500 સૈનિકોને નિશાન બનાવ્યાનો દાવો

Iran દુબઈમાં અમેરિકી સૈન્યના બે ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યાનો દાવો કર્યો છે. આ હુમલામાં 500 સૈનિકો હાજર હોવાનું કહેવાય છે. મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવના લેટેસ્ટ અપડેટ્સ જાણો.

Top Stories World
Iran

Iran attack US bases Dubai: મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી ‘ફાર્સ’ (Fars News Agency) એ દાવો કર્યો છે કે ઈરાને દુબઈમાં આવેલા અમેરિકી સેનાના બે ગુપ્ત ઠેકાણાઓ (Hideouts) પર મિસાઈલ અને ડ્રોન વડે ભીષણ હુમલો કર્યો છે. આ હુમલામાં અમેરિકી સેનાને મોટું નુકસાન થયું હોવાનું ઈરાન જણાવી રહ્યું છે, જોકે આ દાવાની હજુ સુધી સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

Iran

500 અમેરિકી સૈનિકો પર ‘સચોટ હુમલો'(Iran)

ઈરાની (Iran)સૈન્ય મથકના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, દુબઈમાં જે બે સ્થાનો પર હુમલો કરવામાં આવ્યો છે ત્યાં અંદાજે 500 અમેરિકી સૈનિકો હાજર હતા. એક ઠેકાણે 400 અને બીજા ઠેકાણે 100 સૈનિકો તૈનાત હોવાનું કહેવાય છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેમણે આ સ્થાનોની ઓળખ કરી ‘સચોટ હુમલા’ કર્યા છે. ઈરાને અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ચેતવણી આપતા કહ્યું છે કે, “આ પ્રદેશ અમેરિકી સૈનિકો માટે કબ્રસ્તાન બની શકે છે.”

યુદ્ધનો વ્યાપ વધ્યો: ખાડી દેશો પર જોખમ

છેલ્લા કેટલાક અઠવાડિયામાં UAE અને સાઉદી અરેબિયામાં મિસાઈલ હુમલાની ઘટનાઓ વધી છે. જો દુબઈમાં આ હુમલાની પુષ્ટિ થશે, તો તે સાબિત કરશે કે યુદ્ધ હવે ઇઝરાયેલ-ઈરાન પૂરતું મર્યાદિત નથી રહ્યું પણ સમગ્ર ખાડી વિસ્તારમાં ફેલાઈ ગયું છે. નિષ્ણાતો માને છે કે આનાથી વૈશ્વિક તેલ બજાર અને સુરક્ષાની સ્થિતિ અત્યંત ગંભીર બની શકે છે.

Iran

અમેરિકાની જવાબી કાર્યવાહીની તૈયારી

આ હુમલાના અહેવાલો વચ્ચે અમેરિકા મધ્ય પૂર્વમાં પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. અમેરિકી સંરક્ષણ વિભાગ (Pentagon) તેની ’82મી એરબોર્ન ડિવિઝન’ ના વધારાના સૈનિકો મોકલવા પર વિચાર કરી રહ્યું છે. બીજી તરફ, ઈરાને (Iran) પણ તેના મહત્વના તેલ કેન્દ્ર ‘ખર્ગ આઈલેન્ડ’ (Kharg Island) પર સુરક્ષા વધારી દીધી છે અને ત્યાં માઈન્સ (Mines) બિછાવવાનું શરૂ કરી દીધું છે. એવું માનવામાં આવે છે કે અમેરિકા ઈરાનના આ તેલ કેન્દ્રો પર જવાબી હુમલો કરી શકે છે.


આ પણ વાંચો :  અબુ ધાબીમાં મિસાઇલનો કાટમાળ પડતા આગ, 5 ભારતીયો ઇજાગ્રસ્ત, એર ડિફેન્સ સિસ્ટમ હાઇ એલર્ટ પર

આ પણ વાંચો :  ઇઝરાયેલ પર યમનનો પ્રથમ મિસાઇલ હુમલો, શું હવે મહાયુદ્ધ ફાટી નીકળશે?

આ પણ વાંચો :અમેરિકામાં ટ્રેન અને વૅન વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારની બે દીકરીઓ સહિત 5 ના મોત