Surat News: સુરત (Surat) શહેરમાં માથાભારે સાજુ કોઠારીના ઘરે પોલીસનું સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધરવામાં આવ્યું હતું. અઠવાલાઇન્સ પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતું. આરોપી યુનુસના ઘરે વોશિંગ મશીનમાં છુપાવેલા 23 કારતૂસ મળ્યા હતા. ભત્રીજાના ઘરે ઘૂસી પિસ્તોલથી ઉડાવવાની ધમકી આપી હતી.
આરોપી સાજુ અને એના ભાઈ યુનુસે ધમકી આપી હતી. ટપોરી સાજુના ભાઈ યુનુસના ઘરમાં કારતૂસો છુપાવાઈ હતી. આરોપીએ છુપાવેલા કારતૂસ પોલીસને આપ્યા હતા. બે પિસ્તોલ, એક મેગેઝિન અને કુલ 35 કારતૂસ મળી આવ્યા છે. હાલ બંને આરોપી 4 દિવસના રિમાન્ડ હેઠળ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) મુંબઈ એરપોર્ટ પરથી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કરતી સાજુ કોઠારી ઉર્ફે સાજીદ કોઠારી અને તેનો સાગરિત ગુલામ હુસૈન હૈદર અલી ભોજાણીની ધરપકડ કરી હતી. આરોપી પર રાયોટિંગ અને ગુજસીટોકના ગુનાઓ નોંધાયા હતા, તેમજ વિદેશમાં છુપાઈ નાસતો ફરતો હતો. પોલીસે મુંબઈથી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં આવેલ નાનપુરા વિસ્તારમાં જમરૂખ ગલીમાં રહેતો સાજુ કોઠારી વિરૂદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ અને ગુજસીટોક સહિતનાં 2-2 ગુનાઓ વર્ષ 2022માં નોંધાયા હતા. બાદમાં સાજુ કોઠારીની મુંંબઈથી ધરપકડ કરાઈ હતી અને તેનો સાગરિત હુસૈન અલી ભોજાણી નાસી ગયો હતો. આરોપી જુદા જુદા દેશોમાં નાસતો ફરતો હતો. 3 વર્ષ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.
આ પણ વાંચો:સુરેન્દ્રનગરના વટવચ્છ ગામમાંથી 1.19 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો
આ પણ વાંચો:મહિસાગરમાં 9 લાખના દારૂ સાથે 21.11 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો:સાણંદમાં IPLની મેચ પર સટ્ટા સાથે દારૂની મહેફિલ માણતા સાત શખ્સો ઝડપાયા
