ગુજરાત રાજ્યમાં કોરોના કાળો કહેર બની વરસી રહ્યો છે. અનલોકમાં કોરોના સતત બેકાબુ બની રહ્યો છે. ત્યારે અમદાવાદ મનપા દ્વારા કોરોના ગાઈડલાઇન્સનું પાલન નહિ કરનારા ઉપર કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આજ રોજ અમદાવાદ મનપા દ્વારા કોવીડ ગાઈડ લાઈનનાં ચુસ્ત પાલન ને લઈને જ્વેલર્સની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અલગ-અલગ આઠ ટીમો દ્વારા ચાર વોર્ડમાં કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં શિવરંજની થી જોધપુર સુધીનાં સમગ્ર વિસ્તારો મા આવેલા એકમો પર કાર્યવાહી કરવામાં આવી હતી. સોશીયલ ડિસ્ટન્સ નું પાલન ન થતાં કેટલાક એકમો સિલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવતા જવેલર્સ બજાર માં ફફડાટ જોવા મળી રહ્યો છે. બજારમાં મંદીની માર વચ્ચે વેપારીઓ ઉપર મનપાનો દંડ રૂપી દંડો વિંઝાઈ રહ્યો છે.
મનપા અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા જવેલર્સ શો રૂમ બંધ થયા હતા. સોશીયલ ડિસ્ટન્સ નું પાલન કરવા અધિકારીઓ દ્વારા સુચના આપવામાં આવી હતી. સોશીયલ ડિસ્ટન્સ નું પાલન ન કરનારા લોકો પાસે 10 હજાર થી 50 હજાર સુધીનો દંડ વસૂલ વામાં આવ્યો. જેમાં અમદાવાદના તનિષ્ક જેલવેલર્સને 30000 નો દંડ કોર્પોરેશન એ ફટકર્યો છે.
નોધનીય છે કે, કોરોના કહેર વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન પર આવી ગયું છે એ વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા તનિષ્ક જ્વેલર્સ માં ચેકિંગ હાથ ધર્યું હતું શો રૂમ માં તપાસ કરતા સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ જોવા મળેલ હતો તેને લઈને કોર્પોરેશન એ તનીશક જ્વેલર્સ ને રૂપિયા 30000 નો દંડ ફટકાર્યો હતો કોર્પોરેશનની દ્વારા આલગ અલગ ટિમો બનાવી ને ચેકિંગ હાથ ધર્યું હતું શિવરંજની થી જોધપુર સુધી ના સમગ્ર વિસ્તારમાં માં કોર્પોરેશન દ્વારા કરવાહી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
