Surat News/ સુરતમાં ધુળેટીનો આનંદ માતમમાં ફેરવાયો! કીમ નદીમાં ન્હાવા પડેલા ૩ યુવાનોના ડૂબી જવાથી મોત

સુરત (Surat) ના માંગરોળમાં પાનસરા ગામ પાસે કીમ નદીમાં ન્હાવા ગયેલા ૩ યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. ધુળેટીના દિવસે બનેલી આ ઘટનાથી શોક ફેલાયો છે.

Gujarat Top Stories Surat
Surat Drowning Incident

Surat Drowning Incident: ગુજરાતમાં ધુળેટીના રંગોત્સવ વચ્ચે શોકના સમાચાર સામે આવ્યા છે. અરવલ્લીના માલપુરમાં બે પિતરાઈ ભાઈઓના ડૂબી જવાથી મોતની શાહી હજુ સુકાઈ નહોતી ત્યાં સુરત જિલ્લામાં પણ આવી જ એક હૃદયદ્રાવક ઘટના બની છે. માંગરોળ તાલુકાના પાનસરા ગામ પાસેથી પસાર થતી કીમ નદીમાં ન્હાવા ગયેલા ત્રણ મિત્રોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે.

Surat Drowning Incident

Suratમાં ન્હાવા માટે ત્રણ યુવાનો ડૂબ્યા

ધુળેટીના દિવસે રંગે રમ્યા બાદ ગરમીથી રાહત મેળવવો અને ન્હાવા માટે ત્રણ યુવાનો પાનસરા ગામ પાસે આવેલી કીમ નદીના કિનારે ગયા હતા. જોકે, નદીના પાણીના પ્રવાહ અને ઊંડાણનો અંદાજ ન રહેતા ત્રણેય યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ક્ષણભરમાં જ હસતા-રમતા ચહેરાઓ પાણીમાં વિલીન થઈ જતા કિનારે હાજર લોકોમાં બૂમાબૂમ મચી ગઈ હતી.

મૃતકોની ઓળખ

આ અત્યંત દુઃખદ અને કમનસીબ ઘટનામાં ચંદ્રભૂષણ સિંગ, હેપ્પી ભાઈ સિંગ અને સંજય ધનજી માંગુકિયા નામના ત્રણ આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. તેમના અકાળે થયેલા મૃત્યુને કારણે તેમના પરિવારજનો માથે આભ તૂટી પડ્યું છે, જ્યારે સમગ્ર પંથકમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.

ફાયર બ્રિગેડ અને પોલીસની કામગીરી

ઘટનાની જાણ થતાં જ સુમિલન ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ નદીના ઊંડા પાણીમાંથી ત્રણેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

કોસંબા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે કીમ PHC સેન્ટર ખાતે ખસેડ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Surat Drowning Incident

એક જ દિવસમાં બે મોટી દુર્ઘટના

ઉલ્લેખનીય છે કે, ધુળેટીના દિવસે જ અરવલ્લીના માલપુરમાં પણ તળાવમાં ન્હાવા ગયેલા બે પિતરાઈ ભાઈઓના ડૂબી જવાથી મોત થયા હતા. આમ, તહેવારના દિવસે જ રાજ્યમાં પાણીમાં ડૂબી જવાથી કુલ 5 આશાસ્પદ યુવાનોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.


આ પણ વાંચો: કોડિનારમાં માતા સહિત બે બાળકીના ડૂબી જવાથી મોત

આ પણ વાંચો: જામકંડોરણાના પાદરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત, તળાવમાં નહાવા ગયા અને ડૂબી ગયા!

આ પણ વાંચો: અમદાવાદમાં નળ સરોવરમાં ડૂબી જવાથી યુવાનનું મોત, પરિવારમાં શોકનું મોજું