Israel Iran War/ ઈતિહાસમાં પ્રથમવાર! ઈઝરાયેલના F-35 જેટે તેહરાનના આકાશમાં ઈરાની YAK-130 તોડી પાડ્યું

ઈતિહાસમાં પ્રથમવાર Israel F-35 જેટે તેહરાનના આકાશમાં ઈરાની YAK-130 વિમાનને તોડી પાડ્યું. મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ ભયાનક બન્યું.

Top Stories World
Israel F-35 shoots down Iranian Jet

Israel F-35 shoots down Iranian Jet: મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે એક ખતરનાક અને નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ બુધવારે (04 માર્ચ, 2026) એક ચોંકાવનારો દાવો કર્યો છે. ઈઝરાયેલના અત્યાધુનિક F-35I Adir ફાઈટર જેટે તેહરાનના આકાશમાં ઘૂસીને ઈરાનના YAK-130 યુદ્ધ વિમાનને તોડી પાડ્યું છે.

લશ્કરી ઇતિહાસની સૌથી મોટી ઘટના

ઈઝરાયેલનો આ દાવો સાચો હોય તો તે લશ્કરી ઇતિહાસમાં એક રેકોર્ડ છે. આ વિશ્વમાં પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ F-35 જેટે હવામાં લડાઈ દરમિયાન (Dogfight) કોઈ માનવ-સંચાલિત (Manned) દુશ્મન વિમાનને તોડી પાડ્યું હોય. અત્યાર સુધી F-35 નો ઉપયોગ મુખ્યત્વે બોમ્બમારો અને સર્વેલન્સ માટે થતો હતો, પરંતુ આ ઘટના તેની ‘એર-ટુ-એર’ (હવામાં જ દુશ્મનનો ખાતમો) ક્ષમતા સાબિત કરે છે.

Israel F-35 shoots down Iranian Jet

Israel F-35 vs YAK-130, આસમાન-જમીનનો ફરક

આ લડાઈ એકતરફી હતી તેમ કહી શકાય, કારણ કે એક તરફ F-35I Adir જેવું અમેરિકન બનાવટનું ૫મી પેઢીનું (5th Generation) સ્ટીલ્થ ફાઈટર જેટ છે, જેને રડાર પર પકડવું લગભગ અશક્ય છે અને તેમાં ઈઝરાયેલે પોતાની ખાસ ટેકનોલોજી પણ ઉમેરી છે. જ્યારે બીજી તરફ YAK-130 એ રશિયન બનાવટનું એડવાન્સ ટ્રેનર જેટ છે, જેનો ઉપયોગ હળવા યુદ્ધ વિમાન તરીકે થાય છે, પરંતુ તે F-35 ની સામે ટેકનોલોજીની દ્રષ્ટિએ ઘણું પાછળ છે.

Israel F-35 shoots down Iranian Jet

યુદ્ધ ભડકશે? ઈરાન ચૂપ કેમ?

આ ઘટના તેહરાનના આકાશમાં બની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જે એક અત્યંત ગંભીર બાબત છે કારણ કે તે દર્શાવે છે કે ઈઝરાયેલની વાયુસેના હવે ઈરાનની રાજધાની સુધી પહોંચી ગઈ છે. જોકે, ઈરાને હજુ સુધી સત્તાવાર રીતે પોતાના વિમાનના તૂટી પડવાની કોઈ પુષ્ટિ કરી નથી. તેમ છતાં, સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટના મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને વધુ વ્યાપક અને ભયાનક બનાવશે. આ હુમલાઓ સ્પષ્ટ કરે છે કે અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત સૈન્ય અભિયાનો હવે માત્ર જમીન પૂરતા સીમિત ન રહેતા આકાશ તરફ પણ વળ્યા છે, જે આવનારા સમયમાં મોટી ઉથલપાથલ સર્જી શકે છે.

મધ્ય પૂર્વમાં ભયનો માહોલ

છેલ્લા 24 કલાકમાં તેહરાન અને આસપાસના વિસ્તારોમાં વિસ્ફોટો અને મિસાઈલ હુમલાના અહેવાલો પણ મળી રહ્યા છે. F-35 ની આ સફળતા ઈઝરાયેલ માટે મનોબળ વધારનારી છે, જ્યારે ઈરાન માટે આ સુરક્ષામાં મોટી ચૂક સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો: ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધનો 5મો દિવસ, તેહરાનમાં વિસ્ફોટોથી હાહાકાર

આ પણ વાંચો:મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે રાહત: સ્પાઇસજેટ આજે 8 ખાસ ફ્લાઇટ્સથી ભારતીયોને પરત લાવશે

આ પણ વાંચો:મિડલ ઈસ્ટ ક્રાઈસિસ: ભારતીયોને બચાવવા ભારત સરકારે કંટ્રોલ રૂમ સ્થાપ્યો