Surat News: સુરતીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સુરતથી (Surat) મોરેશિયસ (Mauritius) સુધીની હવાઈ મુસાફી હવે સપનું નહીં રહે. સુરતથી વાયા બેંગ્લોર થઈ મોરેશિયસ ફ્લાઈટ (Flight) શરૂ થશે.
માહિતી મુજબ એક જ ટિકિટથી સુરતથી મોરેશિયસ પહોંચી શકાશે. એક જ વખત ચેક-ઈન કરવામાં આવશે. ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટથી સિંગલ PNR પર મોરેશિયસ જઈ શકાશે. બેંગ્લોરથી કનેક્ટિંગ ફ્લાઈટ હોવાથી સમયસર ઓપરેટ કરાશે. જેથી મુસાફરોનો ખર્ચ અને સમયની બચત થશે. અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે મંગળવાર, ગુરૂવાર અને શનિવારના દિવસે ફ્લાઈટ સેવાનો લાભ લઈ શકાશે.
અમદાવાદથી કેશોદ વિમાન સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે મંગળવાર, ગુરૂવાર અને શનિવારના દિવસે ઉપલબ્ધ રહેશે, જે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વધુ પ્રવાસન વિકલ્પો આપશે. ઉપરોક્ત દિવસો દરમિયાન અમદાવાદથી સવારે 10:10 વાગ્યે ફ્લાઈટ ટેકઓફ કરશે અને 10:55 વાગ્યે કેશોદ પહોંચશે, જ્યારે કેશોદથી બપોરે 13:15 વાગ્યે ફલાઈટ ટેકઓફ કરી 14:30 વાગ્યે અમદાવાદ પરત આવશે.
આ પણ વાંચો:અમદાવાદથી કેશોદની ફ્લાઇટનો આજથી પ્રારંભ, સોમનાથ મંદિરના દર્શન સુલભ
આ પણ વાંચો:મુંબઈથી કેશોદ આવતી ફ્લાઇટને ઉડાવી દેવાની ધમકી મળી
