Not Set/ IPL 2018 : હાઈ સ્કોરિંગ મેચમાં દિલ્લીને હરાવી CSKની ટીમે હાંસલ કરી શાનદાર જીત

પુના, પુનાના MCA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે ૧૩ રને શાનદાર વિજય મેળવ્યો છે. CSK દ્વારા આપવામાં આવેલા ૨૧૨ રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્લી ડેરડેવિલ્સની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૧૯૮ રન જ બનાવી શકી હતી અને ચેન્નઈએ ટુર્નામેન્ટમાં પોતાનો છઠ્ઠો વિજય […]

Top Stories

પુના,

પુનાના MCA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે ૧૩ રને શાનદાર વિજય મેળવ્યો છે. CSK દ્વારા આપવામાં આવેલા ૨૧૨ રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્લી ડેરડેવિલ્સની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૧૯૮ રન જ બનાવી શકી હતી અને ચેન્નઈએ ટુર્નામેન્ટમાં પોતાનો છઠ્ઠો વિજય હાંસલ કર્યો હતો.

ચેન્નઈ સુપર કિંગ્સના શાનદાર વિજયના હિરો ઓપનર બેટ્સમેન શેન વોટસન, કેપ્ટન એમ એસ ધોની અને મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડુ રહ્યા હતા. પરંતુ શેન વોટસનને ૭૪ રનની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૨૧૧ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. CSKની ટીમ તરફથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ઓપનર બેટ્સમેન શેન વોટસને ૪૦ બોલમાં ૭૮ રન બનાવ્યા હતા. વોટસને ૭૮ રનની તુફાની ઇનિંગ્સ દરમિયાન ૭ ગગનચુંબી સિક્સર ફટકારી હતી. જયારે ફાફ ડુ પ્લેસિસ ૩૩ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો.

જો કે ત્યારબાદ મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડુએ ૨૪ બોલમાં ૪૧ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી જયારે કેપ્ટન એમ એસ ધોનીએ માત્ર ૨૨ બોલમાં અણનમ ૫૧ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. મેચની અંતિમ ઓવરોમાં ધોનીએ દિલ્લીના બોલરોની ધુલાઇ કરતા ૫ સિક્સર ફટકારી હતી. DDની ટીમ તરફથી સ્પિન બોલર અમિત મિશ્રા અને ગ્લેન મેકસવેલે અનુક્રમે ૧ – ૧ વિકેટ ઝડપી હતી.

ચેન્નઈ દ્વારા આપવામાં આવેલા ૨૧૨ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા દિલ્લી ડેરડેવિલ્સની ટીમ ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૧૯૮ રન બનાવી શકી હતી અને DDની ટીમને ૧૩ રને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ૨૧૨ રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન પૃથ્વી શો માત્ર ૯ રન બનાવી ઝડપી બોલર આસિફનો પ્રથમ શિકાર બન્યો હતો. જયારે બ્લેકકેપ પ્લેયર્સ કોલિન મુનરો પણ ૧૬ બોલમાં ૨૬ રન બનાવી આઉટ થયો હતો.

બંને ઓપનરોના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન શ્રેયસ ઐયર પણ વધુ સમય ટકી શક્યો ન હતો અને માત્ર ૧૩ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો. ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંથે માત્ર ૪૫ બોલમાં ૭૯ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી, જયારે ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરે ૩૧ બોલમાં અણનમ ૫૪ રન બનાવ્યા હતા. પરંતુ તેઓ પોતાની ટીમને વિજય અપાવી શક્યા ન હતા. CSKની ટીમ તરફથી પોતાની પ્રથમ IPL મેચ રમી રહેલા ઝડપી બોલર કે એમ આસિફે ૨ વિકેટ ઝડપી હતી.