Mahesana News : મહેસાણા જિલ્લામાં ચાલુ સાલે વિજાપુર તાલુકામાં મેઘરાજા એ તોફાની બેટિંગ કરી છે અને તેના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારો ના ખેડૂતોના ખેતરો માં પાણી ભરાઈ ગયા છે..એમાં પણ વિજાપુર તાલુકા ના ઉબખલ ગામ ના 70 થી વધુ ખેડૂતો ની 500 વિઘા થી વધુ વાવેતર કરેલા ખેતરો માં પાણી ફરી વળ્યાં છે.વરસાદ બંધ થયા ને બે દિવસ વીત્યા બાદ પણ અનેક ખેડૂતો ના ખેતરો માં જળ બંબાકાર ના કારણે પાણી ભરાઈ રહ્યા છે.
ઉબખલ ગામના ખેડૂતોના ખેતરો માં કપાસ,દિવેલા,મગફળી,શાકભાજી સાથે ઘાસચારા નું વાવેતર કરેલું છે અને આ ઉભા પાક માં વરસાદી પાણી ભરાઈ જતા ઉભો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય એવી સ્થિતિ સર્જાઈ છે.આમ,વરસાદ ના કારણે ખેડૂતો ના પાક ઉભા પાક ને નુકશાન થયું છે તો જમીન ને પણ મોટું નુકશાન થઈ રહ્યું છે,, તો બીજી તરફ દિવાળી સુધી ખેતરો માં પાણી ભરાઈ રહેવા ની સંભાવના ના કારણે રવિ પાક નું વાવેતર કરવું મુશ્કેલ બની શકવા ની શક્યતાઓ વચ્ચે ઉબખલ ગામનના ખેડૂતો એ વળતર ની માંગણી કરી છે.
આ પણ વાંચો: ગુજરાતના તમામ ક્લિનિકલ મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સની નોંધણી હવે ફરજિયાત
આ પણ વાંચો: સતત બીજા દિવસે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસની ધરપકડ, ટ્રસ્ટના નામે ચલાવતો હતો ક્લિનિક
