ભારત અને બાંગ્લાદેશના સબંધોમાં છેલ્લા કેટલાક સમયથી નિકટતા વધી છે.આજે પીએમ મોદી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના આમંત્રણને માન આપીને બાંગ્લાદેશ પહોંચ્યા છે.જોકે ભારતે બાંગ્લાદેશને કરેલી તમામ મદદ છતા એક જૂથ પીએમ મોદીની યાત્રાનો વિરોધ કરી રહ્યુ છે. ઢાંકા યુનિવર્સિટીના કેમ્પસમાં હિંસક પ્રદર્શનમાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો :PM મોદી પહોંચ્યા ઢાંકા, શેખ હસીનાએ આ રીતે કર્યું સ્વાગત
ઘાયલોમાં બે પત્રકારો અને સરકાર તરફી બાંગ્લાદેશ સ્ટુડન્ટ લીગ (બીસીએલ) ના બે કાર્યકરોનો સમાવેશ થાય છે. ઢાંકા યુનિવર્સિટી કેમ્પસમાં ગુરુવારે પીએમ મોદીની મુલાકાતનો વિરોધ કરી રહેલા વામ પંથી વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો કથિત રીતે બીસીએલના હુમલાનો ભોગ બન્યા હતા. તે જ દિવસે, શહેરના મોતીજીલ વિસ્તારમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સામે વિરોધ કરી રહેલા જુબો રાઇટ્સ કાઉન્સિલના કાર્યકરો પણ પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા છે.
![]()
આજે પીએમ મોદી 10 લાખ કરતા વધારે રસીના ડોઝ સાથે બાંગ્લાદેશ પહોંચ્યા હતા.કોરોના વેક્સીનના સૌથી વધારે ડોઝ ભારતે બાંગ્લાદેશને આપ્યા છે.આમ છતા ઢાકા યુનિવર્સિટીમાં ગુરુવારે પીએમ મોદીના વિરોધમાં થયેલા હિંસક દેખાવોમાં 20 લોકો ઘાયલ થયા હતા.અહીંયા 200 જેટલા વિદ્યાર્થીઓ પીએમ મોદીના વિરોધમાં રસ્તાઓ પર ઉતર્યા હતા અને તેઓ ભારત વિરોધી તેમજ મોદી વિરોધી નારાઓ લગાવી રહ્યા હતા.પોલીસે 40 લોકોની અટકાયત પણ કરી છે.
આ પણ વાંચો :સોશિયલ મીડિયામાં વધુ એક વાર બેઇજ્જત થયા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન, કોરોનાગ્રસ્ત હોવા છતાં બોલાવી મીટિંગ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય બાંગ્લાદેશ યાત્રા પહેલા દેશના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત બે મંદિરોને શણગારવામાં આવ્યા છે. તેમની મુલાકાત દરમિયાન વડા પ્રધાન આ મંદિરોમાં દર્શન કરશે. બે દિવસીય મુલાકાત દરમિયાન, મોદી શનિવારે દક્ષિણ-પશ્ચિમમાં જેશોરેશ્વરી અને ઓરકંડી મંદિરોમાં સથીરા અને ગોપાલગંજની મુલાકાત લેશે. ઇશ્વરીપુર ગામના પ્રાચીન જેશોરેશ્વરી કાલી મંદિરના પૂજારી દિલીપ મુખર્જીએ કહ્યું કે ‘અમે આ ઐતિહાસિક મંદિરમાં પીએમ મોદીના સ્વાગતની તમમાં તૈયારી કરી લીધી છે. અમને આશા છે કે તે ભારત અને બાંગ્લાદેશના લાખો લોકો માટે પ્રાર્થના કરશે. ‘
આ પણ વાંચો :એક બાળકની ડિલીવરી પછી આ દંપતિ શારીરિક સંબંધ બાંધવામાં સક્ષમ ન હતું, જાણો શું છે કારણ
