Junagadh News/ હવે અમદાવાદથી કેશોદ 45 મિનિટમાં જ પહોંચાશે : 29 ઓક્ટોબરથી ફ્લાઈટનો પ્રારંભ થશે, અઠવાડીયામાં ત્રણ દિવસ ચાલશે

તહેવાર હોય કે સામાન્ય દિવસો હોય મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ, સોમનાથ આવતા જતા રહેતા હોય છે

Top Stories Gujarat Others
Beginners guide to 2024 10 18T195300.565 હવે અમદાવાદથી કેશોદ 45 મિનિટમાં જ પહોંચાશે : 29 ઓક્ટોબરથી ફ્લાઈટનો પ્રારંભ થશે, અઠવાડીયામાં ત્રણ દિવસ ચાલશે

Junagadh News : જૂનાગઢના કેશોદમાં નવાબના સમયથી એરપોર્ટ આવેલું છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોથી એરપોર્ટ પર ફ્લાઈટની અવરજવર બંધ હતી. પરંતુ, થોડા સમય પહેલા જ કેશોદથી મુંબઈની ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે અમદાવાદ-કેશોદ-દીવ ફ્લાઈટ શરૂ કરવાનો પણ નિર્ણય કરાયો છે. આગામી 29મી ઓક્ટોબરથી આ ફ્લાઈટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

321e9018 fc4d 43ef 9f43 6379b092272f 1729243905553 હવે અમદાવાદથી કેશોદ 45 મિનિટમાં જ પહોંચાશે : 29 ઓક્ટોબરથી ફ્લાઈટનો પ્રારંભ થશે, અઠવાડીયામાં ત્રણ દિવસ ચાલશે

તહેવાર હોય કે સામાન્ય દિવસો હોય મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ, સોમનાથ આવતા જતા રહેતા હોય છે. જેના માટે પ્રવાસીઓએ રોડ અથવા તો ટ્રેન વ્યવહારનો ઉપયોગ કરવો પડતો હોય છે.પરંતુ, હવે પ્રવાસીઓને અમદાવાદથી હવાઈ સુવિધા પણ મળી રહેશે. આગામી 27 ઓક્ટોબરથી અમદાવાદ કેશોદ ફ્લાઈટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.29 ઓક્ટોબરથી નવી શરૂ થઈ રહેલી અમદાવાદ-કેશોદ-દીવ ફ્લાઈટ સપ્તાહના મંગળવાર, ગુરુવાર અને શનિવારે કાર્યરત રહેશે. અમદાવાદથી કેશોદ માટે આ ફ્લાઈટ સવારે 10-55 મિનિટે ઉપડશે જે સવારે 11-20 કલાકે કેશોદ પહોંચશે. ત્યારબાદ આ ફ્લાઈટ કેશોદથી દીવ માટે રવાના થશે. આ જ ફ્લાઈટ બપોરે 3:55 કલાકે દીવથી ઉપડી કેશોદ આવશે ત્યારબાદ કેશોદથી બપોરે 4:20 કલાકે અમદાવાદ માટે ઉડાન ભરશે. 75 સીટની કેપેસિટી ધરાવતું પ્લેન આ રૂટ પર ચલાવવામાં આવશે.

કેશોદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કેશોદ થી મુંબઈ જતી ફ્લાઇટની ફ્રિકવન્સી માં વધારો કરવામાં આવ્યો છે. પહેલા એક અઠવાડિયામાં કેશોદથી મુંબઈ જવા માટે ત્રણ દિવસ ફ્લાઇટ શરૂ હતી તે હવે એક દિવસનો વધારો કરી અઠવાડિયામાં ચાર દિવસ કેશોદ થી મુંબઈ ફ્લાઇટ ચાલશે.આ ફ્લાઈટ રવિવાર, સોમવાર ,બુધવાર અને શુક્રવારે મળશે.કેશોદ એરપોર્ટ ઓથોરિટીના સભ્ય જતીન સોઢાએ જણાવ્યું હતું કે કેશોદ ઓથોરિટી દ્વારા કેશોદ થી મુંબઈ જતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. જેને લઇ સાંસદ મનસુખભાઈ માંડવીયા અને ધારાસભ્ય દેવાભાઈ માલમને કેશોદ મુંબઈ ફ્લાઇટ માટે માંગણી કરી હતી. આ મામલે સાંસદ અને ધારાસભ્ય દ્વારા સરકારમાં વાત કરવામાં આવી હતી ત્યારે આજે કેશોદ થી મુંબઈ માટે ફ્લાઇટ મંજુર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ફ્લાઈટ શરૂ થવાની છે.

7ceb0f56 7e56 4048 b77b 5cb0c78a90d4 1729243905550 હવે અમદાવાદથી કેશોદ 45 મિનિટમાં જ પહોંચાશે : 29 ઓક્ટોબરથી ફ્લાઈટનો પ્રારંભ થશે, અઠવાડીયામાં ત્રણ દિવસ ચાલશે

ત્યારે કેશોદ થી અમદાવાદના પ્રવાસીઓમાં વધારો જોવા મળતા તે ફ્લાઇટ માટે પણ માંગણી મૂકવામાં આવી હતી જે ફ્લાઈટ પણ આગામી સમયમાં શરૂ થશે.કેશોદ એરપોર્ટ ના અધિકારી સંદીપ દાસે જણાવ્યું હતું કે કેશોદ એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અગાઉ એરપોર્ટ પર કેશોદ થી મુંબઈ જવા માટે બુધવાર,શુક્રવાર અને રવિવારે ફ્લાઈટ રાખવામાં આવી હતી. પરંતુ હવે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા સોમવારે પણ કેશોદ થી મુંબઈ જવા માટે ફ્લાઇટ રાખવામાં આવી છે. ત્યારે આવનારી 27 ઓક્ટોબરથી આ ફ્લાઈટ શરૂ કરી દેવામાં આવશે. જે ફ્લાઇટ 72 પ્રવાસીઓની કેપેસિટી સાથે કેશોદ થી મુંબઈ જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: AAP નેતા સત્યેન્દ્ર જૈનને મળ્યા જામીન, 18 મહિના પછી જેલમાંથી બહાર આવશે

આ પણ વાંચો: ભારતીય રેલ્વેથી લઈને સ્પેસએક્સ સુધીના એલોન મસ્કના મિશનમાં મોટી ભૂમિકા ભજવી

આ પણ વાંચો:  સદગુરુના ઈશા ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, ‘છોકરીઓને બળજબરીથી રાખવા’નો કેસ ફગાવી દેવામાં આવ્યો