Not Set/ હાર્દિક પટેલની તબિયત લથડી, પૂર્વ IPS સંજીવ ભટ્ટે લીધી હાર્દિકની મુલાકાત

અમદાવાદ પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફીને લઈને ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલના ઉપવાસ કેટલા સફળ થાય છે તેના પર સમગ્ર ગુજરાતની નજર છે અને હાર્દિક પટેલ કેટલા દિવસ સુધી આ આમરણાંત ઉપવાસ કરે છે તેના પર પણ સરકાર આંખ માંડીને બેઠી છે.  તો આ તરફ સતત પાંચ દિવસના આમરણાંત ઉપવાસને કારણે હાર્દિકના તબિયત લથવા […]

Top Stories Ahmedabad

અમદાવાદ

પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફીને લઈને ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલના ઉપવાસ કેટલા સફળ થાય છે તેના પર સમગ્ર ગુજરાતની નજર છે અને હાર્દિક પટેલ કેટલા દિવસ સુધી આ આમરણાંત ઉપવાસ કરે છે તેના પર પણ સરકાર આંખ માંડીને બેઠી છે.  તો આ તરફ સતત પાંચ દિવસના આમરણાંત ઉપવાસને કારણે હાર્દિકના તબિયત લથવા લાગી છે.

હાર્દિકના આમરણાંત ઉપવાસના પાંચમાં દિવસે હાર્દિક પટેલને મળવા માટે પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ પહોંચ્યા હતા. આ ઉપરાંત ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ પણ હાર્દિકને મળવા પહોંચ્યા હતા.

સંજીવ ભટ્ટની મુલાકાત અંગે હાર્દિકે ટ્વિટ પર લખ્યું છે કે, વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના પાંચમાં દિવસે છાવણી પર પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ હાજર રહ્યા હતા. સંજીવ ભટ્ટે કહ્યું કે પોલીસ પોતાની ઇમાનદારી અને ફરજ ભૂલી ગઈ છે. ગુજરાતની પોલીસે લોકોનો ભરોસો્ તોડ્યા છે.

હાર્દિકે શરૂ કરેલાં આમરણાંત ઉપવાસના આજે પાંચમા દિવસે તબિયત ખરાબ થતાં તેને હોસ્પિટલમાં ભરતી થવાની સલાહ તબીબો દ્રારા આપવામાં આવી હતી. સતત ઉપવાસને કારણે હાર્દિક પટેલ પોતાની મેળે ઉઠીને ચાલી નથી શકતો.

સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટર પી કે સોલંકીએ હાર્દિકનું રૂટિન ચેકઅપ કર્યુ હતું અને તેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી છે.

જો કે હાર્દિકે તબિયત નાજુક હોવા છતાં હોસ્પિટલમાં દાખલ થવાની સ્પષ્ટ મનાઇ કરી છે. હાર્દિકનું કહેવું છે કે ખેડુતોના હક્કની માંગણીઓ અને પાટીદારોને અનામત આપવાની અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી તે હોસ્પિટલમાં દાખલ નહીં થાય