jaipur news/ જયપુરમાં વેપારીની હત્યાની શંકા: ફેસબુક પર લાઈવ પ્રસારિત કર્યું

પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલમાં સમગ્ર મામલે હત્યા (Murder)ની દિશામાં તપાસ આગળ વધી રહી છે.

Top Stories India
નારાયણ વિહાર વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાંથી 35 વર્ષીય ગુરુપ્રસાદ ચૌધરી (Guruprasad Chaudhary)નો મૃતદેહ મળી આવ્યો હતો

Jaipur News : રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક શેરબજારના વેપારીના શંકાસ્પદ મોતે ભારે ચકચાર મચાવી છે. નારાયણ વિહાર વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાંથી 35 વર્ષીય ગુરુપ્રસાદ ચૌધરી (Guruprasad Chaudhary)નો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સમગ્ર ઘટના હત્યા (Murder)ની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુપ્રસાદ છેલ્લા બે દિવસથી પાંચથી છ મિત્રો સાથે હોટલમાં રોકાયો હતો. મંગળવારે મોડી રાત્રે હોટલ સ્ટાફ રૂમની તપાસ કરવા પહોંચ્યો ત્યારે રૂમનો દરવાજો ખુલ્લો હતો અને ગુરુપ્રસાદ બેડ પર બેભાન હાલતમાં પડેલો હતો. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

ગુરુપ્રસાદ જયપુરના નિત્યાનંદ નગર વિસ્તારનો રહેવાસી હતો અને શેરબજામાં ટ્રેડિંગનું કામ કરતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ, તે સોમવારે રાત્રે મિત્રો સાથે બહાર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તેનો મોબાઇલ ફોન પણ બંધ થઈ ગયો હતો. અગાઉ પણ તે મિત્રો સાથે બે-ત્રણ દિવસ બહાર રહેતો હોવાથી પરિવારે શરૂઆતમાં કોઈ શંકા વ્યક્ત કરી નહોતી.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતકના શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. આથી મામલો વધુ શંકાસ્પદ બન્યો છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે હોટલમાંથી મહત્વના પુરાવા એકત્રિત કર્યા છે. મૃતદેહનું મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને હવે તેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન એક વધુ ચોંકાવનારી માહિતી સામે આવી છે. પોલીસને જાણવા મળ્યું છે કે ગુરુપ્રસાદ સાથે હોટલમાં રોકાયેલા મિત્રો ઘટનાના થોડા સમય પહેલાં જ હોટલ છોડીને ચાલ્યા ગયા હતા. એટલું જ નહીં, હોટલમાંથી નીકળ્યા બાદ તેમણે કારમાં બેસીને Facebook Live પણ કર્યું હતું. જોકે, બાદમાં આ લાઇવ વીડિયો સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દેવામાં આવ્યો હતો.

પોલીસને શંકા છે કે દારૂની પાર્ટી દરમિયાન કોઈ મુદ્દે થયેલા ઝઘડામાં ગુરુપ્રસાદને માર મારવામાં આવ્યો હોઈ શકે છે. ઇજાઓ ગંભીર બનતા તેનું મોત થયું હોવાની શક્યતા પણ તપાસ હેઠળ છે. હાલ પોલીસે તમામ મિત્રોની ઓળખ કરી તેમની શોધખોળ શરૂ કરી છે.

પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલમાં સમગ્ર મામલે હત્યા (Murder)ની દિશામાં તપાસ આગળ વધી રહી છે.


આ પણ વાંચો : વડોદરામાં ચોંકાવનારી ઘટના: બાળકી હત્યા કેસના આરોપીએ PSIની પિસ્તોલ ઝૂંટવી કરી ફાયરિંગ

આ પણ વાંચો : અમરેલીમાં લોહિયાળ ખેલ! સગા ભાઈએ જ ભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી

આ પણ વાંચો : રાજકોટમાં AAPની પૂર્વ ઉમેદવારનું રહસ્યમય મોત, પરિવારે હત્યાની વ્યક્ત કરી શંકા