India vs England/ ચોથી ટેસ્ટમાં પ્રથમ દિવસે રુટની સદીથી ઇંગ્લેન્ડ 300 પાર કરવામાં સફળ

ભારત સામેની ચોથી ટેસ્ટના પ્રથમ દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડે જો રૂટની અણનમ સદીની મદદથી 7 વિકેટે 302 રન કર્યા છે. પ્રથમ દિવસની રમતના અંતે રૂટ 226 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 106 રન કરી રમતમાં હતા.

Top Stories Breaking News Sports

રાંચીઃ  ભારત સામેની ચોથી ટેસ્ટના પ્રથમ દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડે જો રૂટની અણનમ સદીની મદદથી 7 વિકેટે 302 રન કર્યા છે. પ્રથમ દિવસની રમતના અંતે રૂટ 226 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 106 રન કરી રમતમાં હતા. ઇંગ્લેન્ડે એક સમયે 112 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી ત્યારે તેનો ધબડકો વળી જાય તેમ લાગતું હતું, પરંતુ બીજી બાજુએ જો રૂટે છેડો સંભાળતા તેણે ઇંગ્લેન્ડ પ્રથમ દિવસે સન્માનજનક સ્કોર નોંધાવવામાં સફળ રહ્યુ હતુ.

ઈંગ્લેન્ડે સાત વિકેટ ગુમાવીને 279 રન બનાવ્યા છે. જો રૂટે તેની ટેસ્ટ કારકિર્દીની 31મી સદી ફટકારી હતી. આ શ્રેણીની પ્રથમ છ ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યા બાદ આખરે રૂટના બેટમાં રન થયા છે. તેણે ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી. હાલમાં રોબિન્સન 13 રન અને રૂટ 103 રન સાથે ક્રીઝ પર છે.

ઈંગ્લેન્ડને 245ના સ્કોર પર સાતમો ફટકો લાગ્યો હતો. બેન ફોક્સને પેવેલિયન મોકલ્યા બાદ સિરાજે ટોમ હાર્ટલીને બોલ્ડ કર્યો હતો. તે 13 રન બનાવી શક્યો હતો. હાલમાં જો રૂટ 82 રન અને ઓલી રોબિન્સન પાંચ રન સાથે ક્રીઝ પર હતા.

ઈંગ્લેન્ડને 225ના સ્કોર પર છઠ્ઠો ફટકો લાગ્યો હતો. મોહમ્મદ સિરાજે જો રૂટ અને બેન ફોક્સની 113 રનની ભાગીદારીને તોડી હતી. તેણે ફોક્સને જાડેજાના હાથે કેચ કરાવ્યો. ફોક્સ અડધી સદી ચૂકી ગયો. તે 126 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. તે સમયે ટોમ હાર્ટલી એક રન અને રૂટ 76 રન બનાવીને ક્રિઝ પર હતા. ઈંગ્લેન્ડનો સ્કોર છ વિકેટે 227 રન હતો.

પ્રથમ દિવસે ચાના સમય સુધીમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. હાલમાં જો રૂટ 67 અને બેન ફોક્સ 28 રન સાથે ક્રિઝ પર છે. અત્યાર સુધી બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 86 રનની ભાગીદારી થઈ છે.

પ્રથમ સત્ર ભારતના નામે હતું. આ મેચમાં ઈંગ્લેન્ડે 112 રન બનાવ્યા હતા અને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. બીજા સેશનમાં રૂટ અને ફોક્સે ધીમી પરંતુ હોશિયારીથી બેટિંગ કરી હતી. આ સેશનમાં ઈંગ્લેન્ડે કોઈ વિકેટ ગુમાવ્યા વિના 86 રન બનાવ્યા હતા. આ સિરીઝમાં અત્યાર સુધી પહેલીવાર એવું બન્યું છે કે ઈંગ્લેન્ડે એક સેશનમાં એક પણ વિકેટ ગુમાવી નથી.

ઈંગ્લેન્ડે પાંચ વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા છે. રૂટે આ શ્રેણીની પોતાની પ્રથમ અડધી સદી 108 બોલમાં પૂરી કરી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીની 61મી અડધી સદી હતી. એશિયામાં છેલ્લી 19 ઇનિંગ્સમાં આ તેની બીજી અડધી સદી છે. તે જ સમયે, ભારત સામેની ટેસ્ટમાં આ તેનો 50+નો 20મો સ્કોર છે. આ મામલે તે રિકી પોન્ટિંગની સાથે ટોચ પર છે. રૂટે બેન ફોક્સ સાથે 60થી વધુ રનની ભાગીદારી પણ કરી છે. પાંચમી વિકેટ 112ના સ્કોર પર પડી હતી.

પ્રથમ દિવસે લંચ બ્રેક સુધીમાં ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટેસ્ટ ડેવ્યુ કરનારા આકાશે તેની બીજી ઓવરમાં જેક ક્રાઉલીને ક્લીન બોલ્ડ કર્યો હતો. જો કે, તે બોલ નો બોલ નીકળ્યો. જોકે, આકાશે હાર ન માની અને પછી તેણે બેન ડકેટને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથે કેચ કરાવ્યો. ડકેટ 11 રન બનાવી શક્યો હતો. આ પછી તેણે એ જ ઓવરમાં ઓલી પોપને LBW આઉટ કર્યો હતો. પોપ ખાતું ખોલાવી શક્યા ન હતા. એક ઓવરમાં બે વિકેટ પડી જતાં ઇંગ્લિશ ટીમ રિકવર કરી શકી નહોતી. આકાશે પણ ક્રાઉલીને ક્લીન બોલ્ડ કર્યો. ક્રાઉલી 42 રન બનાવી શક્યો હતો. આકાશે ઇંગ્લેન્ડને આપેલા ઝાટકા પછી સ્પિનરોનો વારો હતો.

અશ્વિને જોખમી બનતા જોની બેયરસ્ટોને પેવેલિયન અને રવિન્દ્ર જાડેજાએ બેન સ્ટોક્સને પેવેલિયન મોકલીને ઈંગ્લેન્ડની અડધી ટીમને પેવેલિયન મોકલી દીધી હતી. ઈંગ્લેન્ડની ટીમ શરૂઆતના બે કલાકમાં જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. બેયરસ્ટો 38 રન અને સ્ટોક્સ ત્રણ રન બનાવી શક્યા હતા. સ્ટોક્સ આઉટ થતાં જ લંચની જાહેરાત કરવામાં આવી હતી.  લંચ સમયે જો રૂટ 16 રને રમતમાં હતા.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ