Fraud/ સુરતમાં ફેસબુક પર રમકડા વેચવાને બહાને લાખોની ઠગાઈ, 3 ગઠિયા ઝડપાયા

વરાછા પોલીસે આ કેસમાં આરોપીઓ નિખીલ સાવલીયા, અવનીક વઘાસીયા અને લક્ષંત ઉર્ફે ભુરીયો, પંકજ ડાબરાની ધરપકડ કરી છે. આરોપીઓ ફ્લિપકાર્ટની ફેક આઈડી ધરાવતી વેબસાઈટ બનાવી હતી. જેમાં બાબો બાબી ડોટ ખિલૌના કિડ્સ ડોટ નામની વેબસાઈટ બનાવીને તેની પર 389 રૂપિયામાં રમકડાની લોભામણી સ્કિમો દ્વારા લોકોને વિશ્વાસમાં લીધા હતા.

Top Stories Gujarat

@Nikunj Patel

Surat News: સુરતમાં ફેસબુક પર રમકડા વેચવાની લોભામણી જાહેરાતો દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરનારા ત્રણ ગઠિયાની વરાછા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી લેપટોપ તથા અન્ય સામગ્રી કબ્જે કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વરાછા પોલીસે આ કેસમાં આરોપીઓ નિખીલ સાવલીયા, અવનીક વઘાસીયા અને લક્ષંત ઉર્ફે ભુરીયો, પંકજ ડાબરાની ધરપકડ કરી છે. આરોપીઓ ફ્લિપકાર્ટની ફેક આઈડી ધરાવતી વેબસાઈટ બનાવી હતી. જેમાં બાબો બાબી ડોટ ખિલૌના કિડ્સ ડોટ નામની વેબસાઈટ બનાવીને તેની પર 389 રૂપિયામાં રમકડાની લોભામણી સ્કિમો દ્વારા લોકોને વિશ્વાસમાં લીધા હતા.

બાદમાં પૈસા લઈને તેઓ ગ્રાહકને વસ્તુ ન આપીને છેતરપિંડી કરતા હતા. આ મોડસ ઓપરેન્ડી અજમાવીને તેમણે અંદાજે 3500 થી વધુ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

પોલીસે આરોપીઓના બેન્ક એકાઉન્ટ તપાસ કરતા આ ખુલાસો થયો હતો. આ એકાઉન્ટમાં રૂપિયા 13.83 લાખથી વધુની રકમ જમા થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ પ્રકારે આરોપીઓએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:‘ગૃહિણીઓનું યોગદાન અમૂલ્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ છે’, સર્વોચ્ચ અદાલતે કરી ટિપ્પણી

આ પણ વાંચો:વેરાવળ બંદર પરથી 350 કરોડનું હેરોઈન પકડાયું, 9 ખલાસીની ધરપકડ

આ પણ વાંચો:અમેરિકામાં ભારતીય મૂળ યુવાનને નાઈટ ક્લબમાં એન્ટ્રી ન મળી, આખરે થયું મોત

આ પણ વાંચો:‘ફોર ડે વીક’ પ્રયોગ બ્રિટનની કંપનીઓને રહ્યો અનુકૂળ, જાણો સંશોધન શું કહે છે…