સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે આ ભારે સંકટથી બહાર આવવા માટે એકમાત્ર અસરકારક સારવાર રસી જ છે. આજે સમગ્ર વિશ્વમાં તબીબી સંશોધનકર્તાઓનું એક મોટુ લક્ષ્ય જો હોય તો તે આ રસી વિકસાવવાનું જ છે. ત્યારે એક સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ કોરોનાનાં દર્દીઓને મોટી રાહત મળી શકે છે.
કોરોનાની દવાને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદની ઝાયડસ કેડિલા હેલ્થ કેર લિમિટેડ હાલમાં કોરોનાની રસી તૈયારી કરી રહી છે. આ માટે DGCI (ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈંડિયા) એ રસીનાં ફેઝ-1 અને ફેઝ-2 નાં હ્યૂમન ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. જો કે સુત્રોનું કહેવુ છે કે આ ટ્રાયલને પૂર્ણ થવામાં અંદાજે 3 મહિનાનો સમય લાગી શકે છે. જો આ ટ્રાયલમાં તે પાસ થઇ જાય છે વિશ્વનાં અનેક દેશોમાં તેની મોટી માંગ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
