અમરેલી,
ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે વધુ એક ઘટના અમરેલીમાં બનવા પામી છે જે અનુસાર બોલેરો જીપ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં સાવરકુંડલાના સ્વામીનારાયણ મંદિરના મહંત શ્રી પ્રેમસ્વરૂપ કોઠારી સ્વામીનું નિધન થયું છે. આ ઉપરાંત અકસ્માતમાં અન્ય ત્રણ લોકોને ઇજા પહોંચી છે.

અકસ્મતાની જાણ થતાં 108 દ્વારા તમામ ઈજાગ્રસ્તોને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પ્રેમસ્વરૂપદાસ કોઠારીનું નિધન થયું હતું.
સંતન નિધન બાદ સ્વામિનાયારણ સંપ્રદાયમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. સંતના અકસ્મતાના સમાચાર જાણીને સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ઉમટી પડ્યા હતા.

ઇજાગ્રસ્તોને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા છે. કોઠારી સ્વામીના નિધનથી હરિભક્તોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
