અમદાવાદમાં સતત આપઘાતના બનાવ વધી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ પરિવાર અને પતિના ત્રાસથી કંટાળીને આપઘાત જેવુ અંતિમ પગલું ભરતા એકવાર પણ વિચાર કરતી નથી. તમને લોકોને આયશનો કિસ્સો તો યાદ હશે જ કે જેને તેના પતિના ત્રાસથી કંટાળીને સાબરમતી રિવરફ્રન્ટમાં કૂદીને મોતને વ્હાલું કર્યું હતું. ત્યારે ફરી એકવાર આવી જ ઘટના બનતા અટકાવવામાં આવી છે. બન્યું એવું કે, આયેશાની જેમ વધુ એક પરિણીતાએ સાબરમતી રિવરફ્રન્ટ પર આપઘાતનો પ્રયાસ કર્યો છે. આપઘાતના પ્રયાસ પહેલા વીડિયો બનાવીને પરિણીતાએ આપવીતી જણાવી હતી. જોકે આપઘાત કરે તે પહેલા સ્થાનિકોએ દોડી જઇને પરિણીતાએ બચાવી લીધી હતી.
સ્થાનિકોએ બચાવીને બાદમાં પોલીસને જાણ કરીને પોલીસને સોંપી હતી. હાલ સમગ્ર મામલે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવી છે અને જ્યાં પોલીસ તેની સાથે પૂછપરછ કરી રહી છે. પતિ વિરૂદ્ધ પણ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
યુવતીએ જણાવ્યું હતું કે તેના લગ્ન 14 વર્ષની હતી ત્યારે થઈ થયા હતા અને મૂળ રાજસ્થાનના ટોંકની છે. પતિ બે દિવસથી કુરાન-એ-શરીફની કસમ ખાવાનું મને કહે છે અને કહે છે કે હવે જાય તો પાછી ન આવતી. હું નહીં બોલાવું. કુરાન-એ-શરીફની બેવાર કસમ ખાઈ લીધી. મારે નથી રહેવું, મારે નથી રહેવું એમ કહે છે. તે કહે છે કે તારા ઘરવાળા શીખવાડે છે, તારા ભાઈઓને મારી નાખીશ. હું અહીંનો દાદા છું, ગુંડો છું.
અચાનક મહિલા દોડતાં આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા, જેમને મહિલાને બચાવી લીધી હતી. આ મહિલા ખૂબ પરેશાન હતી, તેની આંખોમાંથી ચોધાર આંસુઓ વહી રહ્યાં હતાં. ત્યારે આ મહિલા કહી રહી હતી કે મારા લગ્ન નાની ઉંમરે થઈ ગયા છે. મારા પતિ સાથે મારો ઝઘડો છે, જેથી હું આત્મહત્યા કરવા આવી છું. આ સમગ્ર વાતની જાણ રિવરફ્રન્ટ પોલીસને થઈ હતી.
આ પણ વાંચો:ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં મહિલાને અન્ય બ્લડ ગ્રુપનું લોહી ચડાવતા મોત, પરિવારે
આ પણ વાંચો: મોરબીમાં બેંક કર્મચારીએ જ પૈસાની હેરાફેરી કરી : કારણ જાણી તમે ચૌંકી જશો
