ભારતીય કિસાન યુનિયન (બીકેયુ) ના નેતા રાકેશ ટિકૈટને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ તરફથી ખેડૂત આંદોલનને ટેકા વિશે પૂછવામાં આવતા તેઓએ કહ્યું છે કે જો ખેડૂત આંદોલને વિદેશી સમર્થન મળી રહ્યું છે તો મુશ્કેલી શું છે ? સાથે તેમને જણાવ્યું હતું કે, આ ખ્યાતનામ હસ્તીઓ કોણ છે, હું તેમને ઓળખતો નથી. વધુમાં તેમણે કહ્યું: મારે શું કામ જાણવું જોઈએ, હું તેમને કેમ જાણું?
જ્યારે ટિકૈતને કહેવામાં આવ્યું કે અમેરિકન પોપ સિંગર રિહાન્ના, એડલ્ટ ફિલ્મ કલાકાર મિયા ખલિફા, સ્વીડનના હવામાન કાર્યકર ગ્રેટા થમ્બર્ગ, ખેડૂત નેતાને સમર્થન આપે છે, જો કોઈ વિદેશી હસતી ટેકો આપે તો તેમાં શું સમસ્યા છે? તે કઈ લઇ ભાગી તો નથી જ રહ્યા.
ગાજીપુર બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરનારાઓને મળવા નિષ્ફળ પ્રયાસો કરનારા 15 સંસદસભ્યો અંગે બકિયુના રાષ્ટ્રીય પ્રવક્તાએ જણાવ્યું હતું કે સાંસદ બ્લોકરની બીજી બાજુ જમીન પર બેઠા હતા કારણ કે દિલ્હી પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યો હતો. ટિકૈતે કહ્યું કે, તેમણે 15 સાંસદોમાંથી કોઈ સાથે વાત કરી નથી કે જેમણે ગાજીપુરની મુલાકાત લેવાનો પ્રયત્ન કર્યો, તેમને પ્રદર્શન કરીઓ સાથે વાત કરવાની છૂટ નહોતી.
આ સાથે ખેડૂત નેતાએ પણ તેમના આંદોલનની આગળની યોજનાઓ વિશે જણાવ્યું હતું અને આગામી દિવસોમાં આંદોલન કેવી રીતે આગળ વધવા જઈ રહ્યું છે તે અંગે જણાવ્યું હતું. ટિકૈતે દરેક ગામના પંદર ખેડુતોને ટ્રેક્ટર સાથે દસ દિવસ સુધી આંદોલન સ્થળે પહોંચવા હાકલ કરી છે.
મંચને સંબોધનમાં તેમણે આ સૂત્રની તર્જ પર આંદોલનને આગળ વધારવાની જાહેરાત કરી. તે જ સમયે, ભકિયુના મીડિયા પ્રભારીએ કહ્યું કે આ કાયદા દ્વારા સરકાર બ્રિટિશ સરકારના એકસો બાવીસ વર્ષના ઇતિહાસનું પુનરાવર્તન કરી રહી છે.
કિસાન આંદોલનમાં, સમર્થકો પણ ગુરુવારે પંજાબ, હરિયાણા, કર્ણાટક, મથુરા અને અલીગઢના ઘણા ખેડૂતો સાથે યુપીના દરવાજા પર પહોંચ્યા. અહીંયા દરેક માંગણીઓ સંતોષાય ત્યાં સુધી એક સાથે ઉભા રહેવા ખેડુતો સાથે મળીને વાત કરી હતી. બાદમાં બપોરે રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈતે મધ્યાહ્ન પર ખેડૂતોને સંબોધન કર્યું હતું.
Covid-19 / વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક 10.33 કરોડ, US માં કુલ મૃત્યુઆંક 4.66 લાખને પાર
Vaccine / આ જ રસી કોરોના વાયરસના દરેક સ્ટ્રેન પર હુમલો કરે એવી રસી આવતા વર્ષ સુધીમાં બજારમાં ઉપલબ્ધ કરાશે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
