શ્રીનગર
જમ્મુ-કાશ્મીરઅમ સુરક્ષા દળને મોટી સફળતા હાસિલ થઇ છે. શનિવારે મોડી સાંજે ખૂંખાર આતંકવાદી ઉલ ઇસ્લામ સહિત બે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે. સુરક્ષાદળને કુલગામમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ નાકાબંધી કરીને આ આખા વિસ્તારની શોધ ચાલુ કરી દેવામાં આવી હતી.
Jammu&Kashmir: Two terrorists were killed in a joint operation last night by the Army, Police and CRPF in Kulgam. The terrorists have been identified as Zeenat-ul-Islam and Shakeel Ahmed Dar. Weapons and other warlike stores recovered. Operations concluded.
— ANI (@ANI) January 13, 2019
સુરક્ષાદળ દ્વારા કરાયેલા આ અભિયાન દરમ્યાન આતંકવાદીઓએ ફાયરીંગ ચાલુ કરી દીધું હતું જેનો વળતો જવાબ પણ સેનાએ આપ્યો હતો. આ આતંકીઓ પાસેથી હથીયાર અને ગોળા પણ મળી આવ્યા હતા.
