ભાવનગર
ભાવનગરમાં મહિલા અને બાળ આરોગ્ય કલ્યાણ તેમજ શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં અભયમ મહિલા સંમેલન યોજાયું હતું.

આ કાર્યક્રમમાં ભાવનગરના મેયર-સાંસદ-કમિશ્નર સહિતના લોકો તેમજ ૧૮૧ અભ્યમ સેવાના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા.

અભયમના આ ખાસ કાર્યક્રમમાં ગુજરાતમાં ખાસ મહિલાઓ કેટલી સુરક્ષિત છે તેમજ જો મહિલાઓને કોઈ મુશ્કેલી સમયે આ સેવા કેટલી લાભદાયી નીવડે છે તેની માહિતી આપવામાં આવી હતી.

અભયમ સેવાનો મુખ્ય ઉદેશ્ય લિંગભેદ, સ્ત્રી ભ્રુણ હત્યા, ઘરેલું હિંસા અને અત્યાચાર અને સામાજિક અસમાનતા જેવા પ્રશ્નોમાં પીડિત મહિલા પોતે નિર્ણય લેવા સક્ષમ બને તે માટે ની સહાયનો છે અને જરૂરિયાત જણાય તો પીડિતાને કાનૂની માર્ગદર્શન પણ પૂરું પાડે છે. જયારે આ સેવા સાથે સંકળાયેલા ૧૮૧ અભયમના કર્મચારીઓનું સન્માન કરી તેને બિરદાવ્યા હતા.
