રાજકોટઃ તંત્ર કેવી રીતે કામ કરે છે તેનો એક અદભુત નમૂનો રાજકોટ મ્યુનિસિપાલિટીના સત્તાધીશોએ રજૂ કર્યો છે. રાજકોટમાં મહિના પહેલા જ સીએમના હસ્તે ઇલેક્ટ્રિક બસોને વાજતે-ગાજતે શરૂ કરવામાં આવી હતી. પણ દરેકને તે વાતનું આશ્ચર્ય થયું છે કે આ બસો છે ક્યાં, તે દેખાતી કેમ નથી. પણ હવે માલૂમ પડ્યું છે કે લોકાર્પણના મહિના પછી પણ ઇલેક્ટ્રિક બસો રસ્તા પર ઉતરી શકી નથી. આ દર્શાવે છે કે તંત્ર લોકાર્પણમાં શૂરુ, પણ કામ કરવામાં અધૂરું છે.
હા, આ તમામે તમામ 25 ઇલેક્ટ્રિક બસોમાં હાલમાં `કરંટ’ જ નથી, એટલે કે તે ધૂળ ખાતી જોવા મળી છે. સીએમે પોતે ચોથી સપ્ટેમ્બરના રોજ તેનું લોકાર્પણ કર્યુ હતુ. પણ લોકો હજી સુધી તેના લાભથી વંચજિત છે. સત્તાધીશોનું કહેવું છે કે આ બસોની થર્ડ પાર્ટી ચકાસણીમાં જાણવા મળ્યું છે કે બસોમાં તેના માટે આવશ્યક એસેસરીઝ આવી નથી. હવે જો આવી એસેસરીઝ આવી જ ન હોય તો તંત્રએ શું જોઈને આ બસોનું લોકાર્પણ કરી દીધું. તંત્રને જાણ નથી કે સીએમે પોતે તેનું ઉદઘાટન કર્યુ છે અને તે જ્યારે તેની સુધ લેશે ત્યારે તેમની શું સ્થિતિ થશે.
તંત્રની તકલીફ જ એ છે કે તેને છેક સુધી જ્ઞાન લાદતુ નથી. હવે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન બાકી હતું તો પછી તેનું લોકાર્પણ કેમ કર્યુ. સીએમને ફક્ત કોણીએ ગોળ લગાડવા માટે અને કેવું કામ કરીએ છીએ તે બતાવવા માટે આ લોકાર્પણ કરી દેવાયુ. પણ આ બધાના માઠા ફળ કોણ ભોગવી રહ્યુ છે, રાજકોટની પ્રજા. છેવટે બધો ભાર કન્યાની કેડ પર જ આવે તેવી આ સ્થિતિ છે.
રાજકોટમાં બસો શરૂ ન થતાં કોંગ્રેસના મોઢામાં બગાસુ ખાતા પતાસુ આવી ગયું છે. કોંગ્રેસના મહેશ રાજપૂતનો આરોપ છે કે કોર્પોરેશનના અધિકારીઓના કૌભાંડના કારણે રાજકોટની ઇલેક્ટ્રિક બસો રહેશે તો જમીન પર, પણ ચાલશે નહી. તેનું કારણ એ છે કે તેમા કરંટ જ નહી હોય. કોર્પોરેશનના આ કૌભાંડનીઓના લીધે રાજકોટની પ્રજાએ પ્રદૂષણ ફેલાવતી ડીઝલ બસોમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. લોકોના રૂપિયે લહેર તે આને કહેવાય. આટલા પછી પણ કોર્પોરેશનના સત્તાધીશોનું પાણી હાલવાનું નથી, કારણ કે ત્યાં પણ ‘કરંટ’ નથી.
આ પણ વાંચોઃ Aadhaar Photo Change/ આધાર કાર્ડનો સૌથી ખરાબ ફોટો પણ બદલાઈ જશે મિનિટોમાં, 5 મિનિટની પ્રક્રિયા !
આ પણ વાંચોઃ Gaganyaan Crew Module/ ISRO ટૂંક સમયમાં અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જનાર કેપ્સ્યુલના મિશનને રદ કરશે
આ પણ વાંચોઃ ICC Men’s Cricket World Cup 2023/ આજથી વર્લ્ડ કપનો પ્રારંભ, શરૂઆતના દિવસે ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ, અહીં મળશે સંપૂર્ણ માહિતી

